________________
શ્રીમદ્ રાજચંદ્ર વિરચિત
આત્મસિદ્ધિ શાસ્ત્ર (ગુજરાતી સંક્ષિપ્ત અનુવાદ)
જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત ! સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત ૧૫
આત્માનું વાસ્તવિક (અનંતજ્ઞાન-દર્શન-ચારિત્રાદિ મયજે સ્વરૂપ છે તે સમજ્યા વિના ભૂતકાળમાં હું આવું અનંત દુઃખ પામ્યો છું. ભવોભવમાં બહુ જ રખડ્યો છું. ભવિષ્યકાળમાં આવું અનંતદુઃખ ફરીથી કદાપિ આવે નહિ એવું તે પદ=(આત્માનું મૂળસ્થાન) જે ગુરુજીએ બતાવ્યું છે. તે ભગવંત એવા સદ્ગુરુજીને હું વારંવાર નમસ્કાર કરું છું. [૧]
આ આત્મા આત્માનું શુધ્ધસ્વરૂપ અનાદિકાલીન મોહના કારણે સમજી શક્યો નહિ તેથી અનંતદુઃખ પામ્યો છે. જ્યારથી સદ્ગુરુજીનો યોગ થયો છે ત્યારથી સદ્ગુરુજીએ પુદ્ગલના સુખને દુઃખ સમજાવ્યું છે. કારણ કે પૌલિક સુખોની પ્રાપ્તિમાં પણ ક્લેશ, ભોગમાં પણ ક્લેશ અને સંરક્ષણ તથા વિયોગમાં પણ દુઃખ તથા ક્લેશ જ છે. ક્યાંય શાન્તિ નથી. શાન્તિમાત્ર આત્મસ્વરૂપની પ્રાપ્તિમાં જ છે. આવું જે ભગવંતતુલ્ય એવા સદગુરુજીએ સમજાવ્યું છે તે સદ્ગુરુને હું પ્રણામ કરું છું. ||૧||
વર્તમાન આ કાળમાં, મોક્ષમાર્ગ બહુ લોપ વિચારવા આત્માર્થીને ભાખ્યો અત્ર અગોખ પરો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org