________________
આ વિષમકાળમાં મોક્ષમાર્ગ બહુધા તો લોપાઈ ગયો છે. તો પણ આત્માર્થી જીવો માટે કંઈક વિચારવા સારૂં અહીં (આ શાસ્ત્રમાં) સ્પષ્ટપણે આ માર્ગ સમજાવ્યો છે. પરા
ભરત-ઐરાવતક્ષેત્રમાં પાંચમા દુઃષમ આરાનો આ કાળ અતિ વિષમ છે. શરીરબળ, બુદ્ધિબળ, અને આયુષ્યપ્રમાણ દિનપ્રતિદિન ઘટતું હોવાથી આ કાળે ઉપસર્ગ-પરિષહ સામેની તેટલી સહનશીલતા ન હોવાથી મોક્ષમાર્ગનો ઘણો અંશ તો લુપ્ત જ થઈ ગયો છે.(કેવળજ્ઞાન, ક્ષપકશ્રેણી, અયોગદશા - પહેલું સંઘયણ ચૌદ પૂર્વાદિનું જ્ઞાન ઇત્યાદિ ભાગો તો લુપ્ત થઈ ચૂક્યા છે.) તથાપિ યત્કિંચિત્ આત્મતત્ત્વચિંતન આ કાળે પણ છે. જેનું ચિંતનમનન કરવાથી જીવ ભવાન્તરે પણ અવશ્ય મોક્ષ પામે છે. તેથી ગુરુ-શિષ્યના સંવાદરૂપે સ્પષ્ટપણે તે મોક્ષમાર્ગનો વિચાર આત્માર્થી જીવોના હિત માટે અહીં કહીએ છીએ. પુરો
કોઈ ક્રિયાજડ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કોઈ | માને મારગ મોક્ષનો, કરુણા ઊપજે જોઈ રા
કોઈ લોકો જડ એવી એકલી ક્રિયાને જ વળગી રહ્યા છે. અને કોઈ લોકો શુષ્ક એવા જ્ઞાનને જ વળગી રહ્યા છે. એમ બન્ને પ્રકારના લોકો પોતપોતાના એકાન્તમાર્ગને મોક્ષમાર્ગ સમજે છે. જે તેમની દલીલો જોઈને સાચા માણસને દયા ઊપજે છે.ll
ભગવન્તોએ જ્ઞાનક્રિયાભ્યાં મોક્ષરજ્ઞાન અને ક્રિયા એમ બન્નેના સુમેળથી આત્માનો મોક્ષ થાય છે એમ કહ્યું છે. છતાં આગ્રહી જીવો કોઈ ક્રિયામાત્રથી જ મોક્ષ માને છે અને તેથી જ્ઞાન ભણવાની અને સાચું તત્ત્વ જાણવાની ઉપેક્ષા કરે છે તે બરાબર નથી. તથા બીજા કેટલાક આગ્રહીઓ જ્ઞાનમાત્રથી જ મોક્ષ માને છે. અને તેથી અનેક ધાર્મિક પુસ્તકો વાંચે છે. પરંતુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org