________________
જીવનમાં સામાયિક, ક્ષમા-નમ્રતા-નવકારશીપચ્ચક્ખાણ, રાત્રિભોજનત્યાગ, અભક્ષ્ય-અનંતકાયનો ત્યાગ ઈત્યાદિ સાધારણ આચરણ તરફ પણ ઉપેક્ષા કરે છે તે બરાબર નથી. આવા પ્રકારનું આ બન્નેનું એકાન્ત સ્વરૂપ જોઈને ડાહ્યા - સમજુ - ઉત્તમાત્માઓને તેઓ તરફ દયા ઊપજે છે. ૩
બાહ્ય ક્રિયામાં રાચતા, અંતર્ભેદ ન કાંઈ ! જ્ઞાનમારગ નિષેધતા, તેહ ક્રિયાજડ આંઈ જો
જે આત્માઓ માત્ર બાહ્યક્રિયાકાંડમાં જ રાચે છે, પોતાનું અંદરનું હૃદય જ્યાં ભેદાયું નથી (મોહ પાતળો થયો નથી) અને વિશિષ્ટજ્ઞાન ભણવા-ભણાવવાનો જે નિષેધ કરે છે. તેઓ અહીં ક્રિયાજડ જીવો કહેવાય છે. જો
જે આત્માઓ વીતરાગ ભગવત્તે બતાવેલા ધર્મ પામ્યા છે. પરંતુ જ્ઞાનદશા તરફ અરુચિવાળા છે. અને જ્ઞાનદશા જાગ્રત ન થવાથી જેના હૃદયમાંથી મોહના વિકારો નાશ પામ્યા નથી; ક્રોધ માન-માયાદિથી હૃદય ભરેલું જ છે; માત્ર સાધુજીવનને ઉચિત અને શ્રાવકજીવનને ઉચિત ક્રિયાકાંડમાં જ જેઓ રચ્યા-પચ્યા રહે છે. એટલું જ નહિ પરંતુ તે ક્રિયાના સંદર્ભ વડે માનાદિ પોષે છે, અહંકારાદિ કરે છે, પોતાની જાતને વિશિષ્ટ ધર્મ સમજે છે. અને બીજાઓનો પરાભવ કરે છે તે ખરેખર સાચે જ ક્રિયાજડ કહેવાય છે. I૪
બંધ મોક્ષ છે કલ્પના, ભાખે વાણી માંહી.
વર્તે મોહાવેશમાં, શુષ્ક જ્ઞાની તે આંહી પણ ૧ બંધ = આત્માનું કર્મ સાથે જોડાવુ, ૨ મોક્ષ = આત્માનું કર્મોથી છુટવું. ૩ મોહાવેશ = આત્માનું મોહમાં મસ્ત થવું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org