________________
કર્મોનો બંધ અને કર્મોથી છુટકારો એ માત્ર કલ્પના જ છે એમ (એકાન્ત નિશ્ચયનયની) દેશના જેઓ વાણીમાં પ્રકાશે છે, અને પોતે મોહાવેશમાં વર્તે છે. તેઓ શુષ્કજ્ઞાની છે. I॥ કેટલાક એકાન્ત નિશ્ચયદૃષ્ટિવાળા આત્માઓ એવી વાણી પ્રકાશે છે કે આ આત્મા શુદ્ધ-બુદ્ધ-નિરંજન છે. તેને કર્મો લાગતાં નથી. અને તેથી જ તે કર્મોથી મુકાતો નથી. આ બંધન અને મોચન એ તો માત્ર કલ્પના છે. શરીર જડ છે. તે જડ જડનું કામ કરે છે. તેમાં આત્માને શું લેવા-દેવા ? આહારગ્રહણાદિમાં હર્ષ-શોકાદિ શરીર કરે છે. આવું કહીને પોતે બધી રીતે ભોગોમાં વર્તે છે. અને મનથી માને છે કે આ ભોગો તો શરીર ભોગવે છે. આત્માને કંઈપણ બંધ થતો નથી. આવા એકાન્તદૃષ્ટિવાળા જીવો શુદ્ધજ્ઞાની કહેવાય છે. IIII
વૈરાગ્યાદિ સફળ તો, જો સહ આતમજ્ઞાન । તેમ જ આત્મજ્ઞાનની, પ્રાપ્તિતણાં નિદાન ॥૬॥
સાધક એવા આત્મામાં વૈરાગ્ય-ત્યાગ-ધર્માનુષ્ઠાન વિગેરે જે જે ધર્માચરણો પ્રાપ્ત થયાં હોય તે તે જો આત્મજ્ઞાનની સાથે હોય તો જ સફળ છે. તથા (હજુ ભલે આત્મજ્ઞાન પ્રાપ્ત થયું ન હોય પરંતુ) તે આત્મજ્ઞાન મેળવવા માટે કરાતું હોય તો પણ સફળ છે. ॥૬॥
આત્મા મૂળસ્વરૂપે શુદ્ધ-બુદ્ધ-નિરંજન છે. શરીરથી ભિન્ન છે. શરીર જડ છે. આત્મા ચેતન છે. તેનો સંયોગ માત્ર તે સંસાર છે. અને તેનો વિયોગ માત્ર તે મોક્ષ છે. મારે અંતે તે જ સ્વરૂપ પ્રાપ્ત કરવાનું છે. બાકી બધાં સંસારનાં બંધનો છે. આવા પ્રકારના આત્મજ્ઞાનની સાથે જો વૈરાગ્ય આવે, ભોગોનો ત્યાગ આવે, ૧ નિદાન કારણે
Jain Education International
૪
For Private & Personal Use Only
www.jainelibrary.org