________________
સાક્ષાત્ સદગુરુનો યોગ જ્યારે જ્યારે પ્રાપ્ત થાય ત્યારે ત્યારે તેમનાથી દષ્ટિ વિપરીત કરે, અને અસગુરુનો યોગ મળે ત્યારે પોતાના માનાદિને પોષવા માટે દૃષ્ટિ મુખ્ય કરે. ર૬
જ્યારે જ્યારે સદગુરુજીનો યોગ થાય અને તેઓ એકાન્તદષ્ટિ અને કદાગ્રહ છોડવાનું સમજાવે, સાચો માર્ગ બતાવે ત્યારે તે રુચે નહિ એટલે મુખ વિપરીત કરે (તેમની વાણી ન ગમે તેવી દૃષ્ટિ અને તેવું ચડેલું મુખ રાખે.) અને જ્યારે અસર મળે ત્યારે એકબીજા એક બીજાના માન મોભા અને મોટાઈના પોષક હોવાથી પોતાના માન-બહુમાનના લોભે દૃષ્ટિ અને મુખ તેમની વાતમાં અતિશય સ્થિર કરે. તે કહે તે બધું જ માને આ મતાર્થીનું ચોથું લક્ષણ જાણવું ર૬
દેવાદિ ગતિ ભંગમાં, જે સમજે શ્રુતજ્ઞાન : માનેનિજ મત વેષનો, આગ્રહ મુક્તિનિદાન ર૭
દેવ-નરકાદિ ગતિના ભાંગા જે કહ્યા છે. તેનો અભ્યાસ કરવો તે જ શ્રુતજ્ઞાન સમજે, અને પોતાના મતનો અને વેષનો આગ્રહ રાખે અને તે મત અને વેષ એ જ મુક્તિનું કારણ છે એમ માને. ર૭ી
જૈન શાસ્ત્રોમાં કર્મગ્રંથ-કમ્મપયડી આદિ શાસ્ત્રોમાં દેવનરક-કે એકેન્દ્રિયાદિ ગતિમાં જીવોના જે જે ભાંગા બતાવ્યા છે. તે ભાંગાઓ જ માત્ર પોપટીયાજ્ઞાનની જેમ ભણી જવા, બોલી જવા, ભણાવી જાણવા, તેને જ પોતાનું શ્રેષ્ઠ શ્રુતજ્ઞાન માને (હકીકતથી તો આવા ભાંગાઓ ભણી કર્મોમાં બંધ-ઉદયની કેવી વિચિત્રતા છે? જીવને કર્મની કેટલી પરવશતા છે. ઈત્યાદિ સમજી અતિશય ૧ નિજમત વેષનો = પોતાના મતનો અને પોતાના વેષનો ૨ મુક્તિનિદાન = મોક્ષનું કારણ
૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org