________________
આત્મજ્ઞાનથી તદ્ન શૂન્ય છે.તેવા ગુરુને ગુરુ માનવા તે મતાર્થીનું
પ્રથમ લક્ષણ.
(૨) પોતાના કુળધર્મથી જે ગુરુ બન્યા હોય. તે ગમે તેવા હીન છે. તો પણ પોતાના કુળના છે. સંપ્રદાયના છે. માટે તેમને જ સત્ય માનવા. તથા તેવા ગુરુમાં જ મમત્વ રાખવું તે મતાર્થીનું બીજું લક્ષણ. I॥૨૫॥
ર
જે જિનદેહ પ્રમાણ તે, સમવસરણાદિ સિદ્ધિ । વર્ણન સમજે જિનનું, રોકી રહે નિજ બુદ્ધિ ॥૨૫॥
(૩) જિનેશ્વર પ્રભુના દેહની લંબાઈ-પહોળાઈ-રૂપરંગ, તથા જિનેશ્વર પ્રભુના સમોવસ૨ણ-છત્ર-સિંહાસનાદિની બાહ્ય સમૃદ્ધિની જે સિદ્ધિ, તે જ બધું જિનેશ્વરનું સ્વરૂપ સમજે, તેમાં જ પોતાની બુદ્ધિ રોકી રાખે. પરંતુ આત્માનું આન્તરિક જે સ્વરૂપ છે તેને ન ઓળખે તે ત્રીજું લક્ષણ જાણવું ૨૫॥
(૩) જિનેશ્વર પરમાત્માનું જે દેહપ્રમાણ છે દેહની લંબાઈપહોળાઈ ઊંચાઈ, ચામડીનો રૂપરંગ, શરીરની કાન્તિ, એ બાહ્યસ્વરૂપને જ પરમાત્માનું સ્વરૂપ સમજે તથા સમવસરણ દેવદુંદુભિ, છત્ર, ચામર, સિંહાસન, કોડા કોડી દેવોનું આગમન ઇત્યાદિ બાહ્ય વૈભવને જ પરમાત્માનું સ્વરૂપ સમજે. તેમાં જ પોતાની બુદ્ધિ જોડે. પરંતુ આત્માનું અંતરંગ શુદ્ધ-બુદ્ધ-નિરંજન-અનંતજ્ઞાન-દર્શનાદિ સ્વરૂપને ન સમજે તે મતાર્થીનું ત્રીજું લક્ષણ છે. રપ પ્રત્યક્ષ સદ્ગુરુયોગમાં, વર્તે દૃષ્ટિ વિમુખ અસદ્ગુરુને દૃઢ કરે, નિજમાનાર્થે મુખ્ય ॥૨૬॥
૧. જિનદેહ પ્રમાણ = પરમાત્માના શરીરનું પ્રમાણ ૨. સમવસરણ + ભગવન્તને બેસવા માટે દેવરચિત ત્રણગઢવાળું સમવસરણ ૩. વિમુખ વિપરીતમુખ. ૪. નિજમાનાર્થે પોતાના આભમાનાદિને પોષવા માટે,
=
૧૭
Jain Education International
=
For Private & Personal Use Only
www.jainelibrary.org