________________ ક્ષમાપના હે ભગવાન ! હું બહું ભૂલી ગયા. મે તમારાં અમૂલ્ય વચનને લક્ષમાં લીધાં નહી'. તમારાં કહેલાં અનુપમ તાવને મેં' વિચાર કર્યો નહી'. તમારા પ્રણીત કરેલા ઉત્તમ શીલને સેવ્યું નહી'. તમારાં કહેલાં દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા મેં એાળખ્યાં નહી'. હે ભગવન્! ભૂલ્યા, આથડયો, ૨ઝન્યા, અને અનંત સંસારની વિટમ્સનામાં પડયો છું. હું પાપી છું. હું બહુ મદોન્મત્ત અને કર્મરજથી કરીને મલિન છું. હે પરમાત્મા ! તમારાં કહેલાં તત્તવ વિના મારા માક્ષ નથી. હું નિરંતર પ્રપંચમાં પડયો છું. અજ્ઞાનથી અંધ થયા છું. મારામાં વિવેકશક્તિ નથી અને હું મૂઢ છું, હું નિરાશ્રિત છું, અનાથ છું. નીરાગી પરમાત્મા ! હવે હું તમારું, તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણુ ગ્રહું છું. મારા અપરાધ ક્ષય થઈ હું તે સવ" પાપથી મુક્ત થઉ' એ મારી અભિલાષા છે. આગળ કરેલાં પાપાને હું' હવે પશ્ચાત્તાપ કરું છું. જેમ જેમ હું સૂફમ વિચારથી ઊ'ડા ઊતરું છું તેમ તેમ તમારા તત્ત્વના ચમકારો મારા સ્વરૂપને પ્રકાશ કરે છે. તમે નીરાગી, નિર્વિકારી, સચ્ચિદાનંદસ્વરૂપ, સહેજાનદી, અનંતજ્ઞાની, અનંતદશી, અને ઐલાકયપ્રકાશક છો. હું માત્ર મારા હિતને અથે તમારી સાક્ષીએ ક્ષમા ચાહુ છું'. એક પળ પણ તમારાં કહેલાં તત્તવની શકા ન થાય, તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું', એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ ! હે સર્વજ્ઞ ભગવાન ! તમને હું' વિશેષ શું કહે ? તમારાથી કઈ અજાણ્યું નથી. માત્ર પશ્ચાત્તાપથી હું' કર્મજન્ય પાપની ક્ષમાં ઇરછુ છુ'. 3% શાંતિઃ શાંતિઃ શાંતિઃ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.one