________________
તેમના આત્માનું હિત કેમ થાય ! તે માટે સતત ચિંતાશીલ હોવાથી શિષ્યોના દોષો દૂર કરે છે. માટે તેમનો પરમ ઉપકાર છે. તેથી શિષ્યો મન-વચન-કાયા એમ ત્રણે યોગોને ગુરુની આજ્ઞા પાળવામાં એકમેક કરે છે. રૂપા.
એક હોય ત્રણે કાળમાં, પરમારથનો પંથ પ્રેરે તે પરમાર્થને, તે વ્યાવહારે સમંત ૩૬ો.
ત્રણે કાળમાં પરમાર્થમાર્ગ મોક્ષનો માર્ગ-સત્યનો માર્ગ) એક જ હોય છે. માટે તે પરમાર્થ માર્ગની પ્રેરણા કરે, અર્થાત્ પરમાર્થ માર્ગની પુષ્ટિ કરે એવો જે વ્યાવહાર, તે વ્યવહાર માર્ગને માન્ય રાખવો જોઈએ. ૩૬
મોક્ષનો માર્ગ - સત્યનો માર્ગ ત્રણે કાળે હંમેશાં એક જ હોય છે. તેથી તે મોક્ષમાર્ગની પ્રાપ્તિ થાય, પુષ્ટિ થાય પ્રેરણા મળે એવો જે જે વ્યવહારમાર્ગ હોય, તેને માન્ય રાખવો જોઈએ. ૩૬
એમ વિચારી અંતરે, શોધે સદ્ગુરુ યોગા કામ એક આત્માર્થનું, બીજો નહિ મન રોગ ૩૭ કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષા. ભવે ખેદ પ્રાણીદયા, ત્યાં આત્માર્થ નિવાસ ૩૮
સદ્ગુરુજીની સાક્ષાત્ પ્રાપ્તિ અતિદુર્લભ છે. તથા તેમના પરમ ઉપકાર છે. એમ વિચારીને આત્માર્થી આત્માઓ સાચેસાચા સરુનો યોગ કેમ થાય? ક્યાં થાય? તેની હૃદયથી શોધ કરે છે. જેમનું કાર્ય માત્ર આત્માર્થનું જ છે. મનમાં મોભો-મોટાઈમાન-પ્રતિષ્ઠાદિના બીજા રોગો જેમને નથી. જેમના કષાયો પાતળા છે. માત્ર મોક્ષનો જ ૧. પરમારર્થ = મોક્ષનો ૨. પંથ = માર્ગ.બ
૨૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org