________________
અભિલાષ છે. સંસાર ઉપર જેમને નિર્વેદ છે. અને સર્વ પ્રાણીઓ ઉપર જેમને દયા વર્તે છે. તેવા મહાત્માઓમાં જ આત્માર્થતાનો નિવાસ થાય છે. ૩૮
સર જો સાક્ષાત્ મળે તો પરમવાણી પ્રકાશે આત્માર્થ દૃષ્ટિ ઉઘાડે, દોષોનું નિવારણ કરે, આત્માને માર્ગે ચડાવે, તેથી તેમનો યોગ મળવો દુષ્કર છે. અને મળી જાય તો પરમ ઉપકાર છે. એમ વિચારી આત્મકલ્યાણના અર્થી જીવો હૃદયથી આવા પરમ સગુરુજીની શોધ કરે છે. કદાચ પુણ્ય યોગે આવા ઉત્તમ સગુરુજી મળી જાય. તો આત્મામાં આત્માર્થીની ચોક્કસ સિદ્ધિ થઈ જાય. આત્મા સંસાર સાગર અવશ્ય તરી જાય. પ્રશ્ન :- કેવા આત્મામાં આત્માર્થતાનો નિવાસ થતો હશે? ઉત્તર :- જેને ફક્ત એક આત્માર્થ જ સાધવાનું લક્ષ્ય છે. તેનું જ સતત રટણ છે. મનમાં માન-સત્કાર લેવાની લાલસાનો રોગ બિલકુલ નથી. કષાયો જેના ઘણા પાતળા બની ગયા છે. ફક્ત એકલા મોક્ષની જ જેને અભિલાષા વર્તે છે. સંસારનાં ગમે તેવા વૈષયિક સુખો ઉપર જેને ખેદ (નિર્વેદ-કંટાળો) છે. અને સર્વે પ્રાણીમાત્ર ઉપર જેને દયા વર્તે છે. તેવા મહાત્મા પુરુષોમાં આવો ઊંચો આત્માર્થ નિવાસ કરે છે. તે જ સાચું આત્મહિત સાધે છે. તે ૩૭-૩૮
દશા ન એવી જ્યાં સુધી, જીવ લહે નહિ જોગ | મોક્ષમાર્ગ પામે નહિ, મટે ન અંતર રોગ ૩૯
આ આત્મા જ્યાં સુધી આવી સદ્ગુરુના યોગવાળી દશા પ્રાપ્ત ન થાય. ત્યાં સુધી મોક્ષમાર્ગ પામી શકે નહિ, અને અનાત્મસ્વરૂપમાં આત્મ સ્વરૂપની બ્રાન્તિરૂપ અનંતદુખનો હેતુ જે અંતરરોગ, તે માટે નહિ ||૩૯
આ આત્માને જ્યાં સુધી સગુરુનો યોગ પ્રાપ્ત ન થાય અને તેના કારણે ઉપરોક્ત દશા આવે નહિ (અથાત્ આત્માર્થતાનું જ પ્રયોજન,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org