________________
માન-સત્કારાદિનો ત્યાગ, કષાયોની લઘુતા, માત્ર મોક્ષાભિલાષ, સંસારનો નિર્વેદ અને પ્રાણીમાત્રની દયા. ઇત્યાદિ ગુણોવાળી દશા આવે નહિ) ત્યાં સુધી મોક્ષમાર્ગ હાથમાં આવે નહિ. અને અંતરમાં રહેલો મોટાઈ-મોભો માન-સત્કારની લાલસા, ઇત્યાદિરૂપ રોગ મટે નહિ || ૩૯ ||
આવે જ્યાં એવી દશા, સદ્ગુરુબોધ સુહાય । તે બોધે સુવિચારણા, ત્યાં પ્રગટે સુખદાય ॥૪૦॥
જ્યારે આવી ઉત્તમ દશા આત્મામાં પ્રગટ થાય છે ત્યારે જ સદ્ગુની વાણી આત્મામાં પરિણામ પામે છે. અને સદ્ગુરુ પાસેથી સમ્યગ્ જ્ઞાનદશા મળે છે તે સુખદાયક એવી ઉત્તમ વિચારણા પ્રગટે છે ।।૪૦ના
આ આત્મામાં જ્યારે જ્યારે ઉપર કહેલા ગુણોવાળી ઉત્તમદશા પ્રગટે છે ત્યારે જ સદ્ગુરુએ આપેલ ઉપદેશ આત્મામાં પરિણામ પામે છે. જેમ જેમ સદ્ગુરુની વાણી આત્મામાં પરિણામ પામતી જાય છે. અને આત્મા નવપલ્લવિત થતો જાય છે. તેમ તેમ આત્માના મોક્ષ સુખને આપનારી ઉત્તમ વિચારણાઓ આ જીવમાં પ્રગટે છે. ૪૦॥
જ્યાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજજ્ઞાન ।
જે જ્ઞાને ક્ષય મોહ થઈ, પામે પદ નિર્વાણ II૪૧॥
જ્યારે સુવિચારદશા પ્રગટ થાય ત્યારે આ આત્માને આત્મજ્ઞાન પ્રગટ થાય છે. અને તે આત્મજ્ઞાન પ્રગટ થવાથી મોહનો ક્ષય થઈ જાય છે. અને અન્ને નિર્વાણ પદ જીવ પ્રાપ્ત કરે છે. I૪૧॥
આ આત્મામાં જેમ જેમ સુવિચારોવાળી દશા પ્રગટ થતી જાય છે. તેમ તેમ તેમાં આત્મજ્ઞાન વધતું જાય છે અને જેમ જેમ આત્મજ્ઞાન વિકસતું જાય છે. તેમ તેમ આ જીવ મોહનો ક્ષય કરવા દ્વારા પરમપદ
રક
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org