________________
વર્તે નિજસ્વભાવનો, અનુભવ લક્ષ પ્રતીત। વૃત્તિ વહે નિજભાવમાં, પરમાર્થે સમકિત ।।૧ ૧ ૧ ||
જ્યાં આત્મસ્વભાવનો અનુભવ વર્તે છે તથા આત્મસ્વભાવનું લક્ષ્ય વર્તે છે, અને જ્યાં આત્મસ્વભાવની પ્રતીતિ વર્તે છે; વળી જ્યાં આત્મસ્વભાવમાં જ વૃત્તિ વર્તે છે ત્યાં જ ખરેખર પરમાર્થથી સમ્યક્ત્વ હોય છે. ૧૧૧૫
આ જીવ અનાદિકાળથી મોહની પરવશતાના કારણે પરને પોતાનું માનીને વર્તે છે.. પૌદ્ગલિક વસ્ત્ર-પાત્ર-આહાર-ગૃહાદિને તથા પરિવાર અને મિત્રમંડળને પોતાનું માને છે. શરીરાદિને જાણે હું જ છું એમ સમજી બેઠો છે તેને બદલે સત્સંગથી, ઉત્તમ સાહિત્યના વાંચનથી તથા પોતાની ભવિતવ્યતા પાકવાથી જ્યારે દૃષ્ટિ બદલાય છે, પૌદ્ગલિક પદાર્થો અને શરીરાદિ પર લાગે છે, આત્મા એ જ સાચું તત્ત્વ સમજાય છે, આત્માના સ્વભાવનો જ અનુભવ થાય છે; જ્યારે લક્ષ્યમાં પણ આત્માનો સ્વભાવ જ વર્તે છે, બીજું બધું તુચ્છ ભાસે છે. સતત પ્રતીતિ પણ આત્માના સ્વભાવની જ થાય છે. આત્મસ્વભાવ સિવાય બીજું કંઈ રુચતું ગમતું નથી. આત્મા પોતાના જ્ઞાન-દર્શન-ચારિત્રાદિ શુદ્ધ ગુણોમાં જ વૃત્તિ ધારણ કરે છે. ત્યારે જ સમ્યક્ત્વની પ્રાપ્તિ પરમાર્થથી પ્રાપ્ત થાય છે. II૧૧૧॥
વર્ધમાન સમકિત થઈ, ટાળે મિથ્યા ભાસ। ઉદય થાય ચારિત્રનો, વીતરાગપદ વાસ ૧૧૨॥
પરમાર્થથી સમ્યક્ત્વની પ્રાપ્ત થાય પછી તે સમ્યક્ત્વના પરિણામની ધારા વૃદ્ધિ પામતે છતે આ આત્મામાં જે મોહના ખોટા આભાસો છે તે ટળી જાય છે. અને સાઁચા સ્વભાવની રમણતા સ્વરૂપ
૬૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org