________________
તે તે ભોગ્ય વિશેષનાં, સ્થાનક દ્રવ્ય સ્વભાવ | ગહન વાત છે શિષ્ય આ, કહી સંક્ષેપે સાવ I૮૬ll
ભોગવવા લાયક એવાં તે તે કર્મોનાં ફળ ભોગવવા માટેનાં વિશેષ સ્થાનો પણ જગતમાં છે. અને આ દ્રવ્યસ્વભાવ છે. હે શિષ્ય ! આ વાત અતિ ગહન છે. તો પણ સાવ સંક્ષેપમાં અહીં કહી છે. ll૮૬ો
જીવ શુભાશુભ કર્મો બાંધે છે. બંધાયેલાં તે કર્મો જીવને દુઃખ-સુખ આપે છે. જીવ કર્મોનો કર્તા પણ છે અને ભોક્તા પણ છે. આ વાત ઉપરની ચર્ચાથી સિદ્ધ થઈ છે. ઉત્કૃષ્ટ શુભ પરિણામ આવે તે ઉત્કૃષ્ટ શુભ પુણ્ય બંધાય છે. અને ઉત્કૃષ્ટ અશુભ પરિણામ આવે તો ઉત્કૃષ્ટ પાપ બંધાય છે. મધ્યમ પરિણામ મધ્યમ રસવાળાં કર્મો બંધાય છે. તેથી ઉત્કૃષ્ટ પુણ્યકર્મ ભોગવવાનું સ્થાન પણ જગતમાં હોવું જોઈએ ! તે સ્વર્ગ ! અને ઉત્કૃષ્ટ પાપકર્મ ભોગવવાનું જે સ્થાન તે નરક-નિગોદ તથા મધ્યમ કર્મો ભોગવવાનું જે સ્થાન તે તિર્યંચ-મનુષ્યભવ આ રીતે કર્મો ભોગવવાનાં સ્થાનો પણ છે. અને તે તે સ્થાનોમાં જવાવાળો જીવદ્રવ્યનો કર્મવશ સ્વભાવ છે. માટે આત્મા કર્મોનો કર્તાભોક્તા તથા કર્મભોગનાં સ્થાનો છે. હે શિષ્ય ! આ વાત અતિગહન છે છતાં અહિં અમે સાવ સંક્ષેપમાં = અતિસંક્ષેપમાં સમજાવેલ છે.ll૮૬
પાંચમા પદ સંબંધી શિષ્યનો પ્રશ્ન, ગાથા ૮૭થી૮૮: કર્તા ભોક્તા જીવ હો, પણ તેનો નહિ મોક્ષ ! વીત્યો કાળ અનંત પણ, વર્તમાન છે દોષ ll૮૭ આ જીવ કર્મોનો કર્તા ભોક્તા ભલે હો પરંતુ તેનો મોક્ષ
૫ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org