________________
આત્માની શંકા કરે, આત્મા પોતે આપ !
શંકાનો કરનાર તે, અચરજ એહ અમાપ પ૮
આત્મા છે કે નહિ તેની શંકા કરે છે. પરંતુ શંકાને કરનારો પોતે જ આત્મા છે. તે જાણતો નથી. આ ન માપી શકાય તેવું આશ્ચર્ય છે પ૮.
શરીરમાં આત્મા નામનું તત્ત્વ છે કે નહિ? એવી આત્માની જ આ આત્મા શંકા કરે છે. પરંતુ આ શંકા કરનારો પોતે જ આત્મા છે. એમ તે જાણાતો નથી. જડ એવા મડદાને કદાપિ આવી શંકા થતી નથી. મડદાના શરીરમાં રહેલી ઇન્દ્રિયોને કદાપિ આત્માની શંકા થતી નથી. માટે જે આ શંકા કરનાર છે. તે જ સાચો ખરેખર આત્મા છે ! ખરેખર આ આત્મા કેવો છે ? જે પોતે હયાતુ છે. વિદ્યમાન છે. મડદા કરતાં આ શરીરમાં બધી આહારાદિની વિશિષ્ટ ક્રિયાઓ કરે છે. છતાં તેને પોતાની જ શંકા વર્તે છે. માટે ન કલ્પી શકાય એવું આ આશ્ચર્ય છે.
I૫૮||
આત્માના અસ્તિત્વના, આપે કહ્યા પ્રકારના સંભવ તેનો થાય છે. અંતર કર્યો વિચાર પ૯
આત્માના હોવા પણા વિષે આપશ્રીએ જે જે પ્રકારે ઉત્તરો કહ્યા છે તે તે અંતરમાં વિચારો કરવાથી બરાબર સંભવે છે. તે પ૯ છે.
આ સંસારમાં આત્મા નથી જ એવો અમારો પ્રથમ પ્રશ્ન હતો, તેના ઉત્તર સ્વરૂપે આત્માના હોવાપણા માટેના આપશ્રીએ ઉપરમુજબ જે જે ઉત્તરો બતલાવ્યા છે. તે તે તમામ ઉત્તરો અંદર હૃદયમાં વિચારો કરતાં બરાબર ઘટી શકે છે કંઈ પણ અજુગતુ લાગતું નથી. હવે અમને બરાબર સમજાયું છે કે “આત્મા નામનું તત્ત્વ છે” આ પ્રથમપદ પૂર્ણ ૧. અચરજ = આશ્ચર્ય, ૨. અમાપ = ન કલ્પી શકાય તેવું.
૩૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org