________________
જ્યાં પ્રત્યક્ષ સદ્ગુરુનો યોગ નથી ત્યાં સુપાત્ર જીવોને આધારરૂપ બને છે. ૧૩
આત્મા - પૂર્વભવ-પરભવ-નરક-સ્વર્ગ-મોક્ષ-નિગોદ વગેરે કેટલાક પદાર્થો નજરે પ્રત્યક્ષ દેખાતા નથી. તે આગમોથી અને સદ્ગુરુ પાસેથી સમજાય છે. પરંતુ જ્યાં પ્રત્યક્ષ સદ્ગુરુ મળ્યા હોય ત્યાં તેઓ જ આ બધું સમજાવે.
- તેમાં શિષ્યોને જ્યાં જ્યાં શંકાઓ થાય ત્યાં ત્યાં ઉત્તમ દલીલો વડે સગુરુજી પ્રત્યુત્તર આપે. એટલે પ્રત્યક્ષ સમજાવનારા હોવાથી વધુ ઉપકારક છે. જ્યાં સગુરુનો યોગ નથી ત્યાં ઉપરોક્ત જૈનાગમો જ સુપાત્ર જીવોને આધારરૂપ છે. એટલે કે સદગુરુજી પ્રત્યક્ષાધાર છે. અને જૈનશાસ્ત્રો પરોક્ષ આધારસ્વરૂપ છે.ll૧૩
અથવા સગુરુએ કહ્યાં, જે અવગાહન કાજા તે તે નિત્ય વિચારવાં, ફરી મતાંતર ત્યા જ ૧૪ો.
અથવા સદ્ગુરુએ જે જે શાસ્ત્રો આપણને ભણાવ્યાં હોય, અને તે શાસ્ત્રોનું સૂક્ષ્મ-સૂક્ષ્મ અવગાહન (ચિંતન-મનન) કરવાના કાજે આજ્ઞા આપી હોય, તે તે શાસ્ત્રોનું દરરોજ મતાંતર (કોઈ પણ પક્ષનો એકાન્ત આગ્રહ)ત્યજીને ચિંતન-મનન કરવુ. II૧૪ો.
જ્ઞાની ગુરુ ભગવન્તોએ આપણને જે શાસો શીખવાડ્યાં છે. અને જે શાસ્ત્રો વાંચવા-ભણવાની આપણને યોગ્યતા હોવાથી ગુરુની આજ્ઞા પ્રાપ્ત થઈ છે. તેવાં શાસ્ત્રો નિત્ય વિચારવા પરંતુ તે શાસ્ત્રો ચિંતન કરતી વેળાએ પોતાનો આ કુળધર્મ છે, મારું આ માનેલું જ સાચું છે ઇત્યાદિ એકાન્ત આગ્રહવાળી કદાગ્રહભરી માન્યતાઓ છોડીને શાસ્ત્રો વાંચવા અને વિચારવા જેથી સત્ય ૧. અવગાહન સૂક્ષ્મ ચિંતન ૨. મતાંત બીજા બીજા મતોનો આગ્રહ ૩. ત્યાજ–ત્યજી દઈને ૪. સૂક્ષ્મ=ઝીણું ઊંડું
to
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org