________________
સમયસારાદિ ગ્રંથો ભણીને ગ્રંથકારની સાપેક્ષદષ્ટિ નહીં સમજીને પોતાના એકાન્તનિશ્ચયના વિચારોની પુષ્ટિ કરીને શબ્દકાળથી પોતાને જ્ઞાની માની લે. પરંતુ સાચી યથાર્થ બન્ને નયોની સાપેક્ષ એવી જ્ઞાનદશા પ્રાપ્ત કરે નહિ, તથા હૈયુ કોરું જ હોવાથી મોક્ષના સાધનભૂત વૈરાગ્ય વિનાનું હૃદય હોય, આવા આત્માઓ તો સંસારમાં ડુબે જ, પરંતુ જેઓને આવા આત્માઓનો સંયોગ થાય તે પણ સંસારમાં ડુબે. તેથી આવી એકાન્ત નિશ્ચયની દ્રષ્ટિએ મતાર્થીનું આ આઠમું લક્ષણ છે. ૩O|
એ પણ મતાર્થમાં, નિજમાનાદિ કાજ | પામે નહિ પરમાર્થને, અન્-અધિકારીમાં જ ૩૧
આ જીવ પણ મતાથમાં જ ગણાય, કારણ કે જ્ઞાન પામેલ હોવા છતાં પોતાના માનાદિને પોષવા કાજે જ છે. આવો આત્મા સાચા પરમાર્થને પામે જ નહિ. તે અનધિકારીમાં જ ગણાય છે. ૩૧
જેમ વ્યવહાર રસિક જીવો બાહ્યાડંબર-માન-સન્માનમાં પડેલા છે. એટલે તેઓ સાચા તત્ત્વજ્ઞાની નથી. તેવી જ રીતે આ એકાન્તનિશ્ચય દૃષ્ટિવાળા જીવો પણ જ્ઞાન દ્વારા પોતાના માન-પાન-પ્રતિષ્ઠાને પોષવા વાળા છે તેથી આવા શુષ્કજ્ઞાનીઓ પણ સાચા પરમાર્થને પામી શક્તા નથી. માટે તેઓ પણ અયોગ્ય જ ગણાય છે. તે ૩૧ |
નહિ કષાય ઉપશાન્તતા, નહિ અંતર વૈરાગ્યા સરળપણું ન મધ્યસ્થતા, એ મતાથદુર્ભાગ્ય ૩૨
જે આત્માના કષાયો ઉપશાન્ત થયા નથી,ચિત્તની અંદર વૈરાગ્ય નથી, પ્રકૃતિમાં સરળતા નથી,મધ્યસ્થ સ્વભાવ નથી. તેમનાર્થી જાણવો ૧. સાપેક્ષદષ્ટિ= બીજાન યની અપેક્ષાવાળી દૃષ્ટિ, ૨ મતાર્થ = મતનો આગ્રહી ૩ નિજમાનાદિ = પોતાનું માન- અભિમાન, ૪ પરમાર્થ = સાચો માર્ગ ૫ અનધિકારી = અયોગ્ય-અપાત્ર
૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org