________________
સદ્ગુરુના ચરણકમળમાં હું શું ભેટ અર્પણ કરું ? કારણ કે આ સંસારમાં જે કંઈ પદાર્થો છે તે તમામ પદાર્થો આત્માના સ્વરૂપથી હીન છે. અને સદ્ગુરુએ મને આત્માનું સ્વરૂપ આપ્યું છે તેથી તેમના ચરણને આધીનપણે વસ્તું છું. ૧૨૫॥
આ સંસારમાં જે કોઈ પદાર્થો છે તે તમામ પદાર્થો આત્માના સ્વરૂપથી હીન છે. પ્રભુજીએ (સદ્ગુરુએ) મને આપાર એવા આ સંસારમાંથી તરવાનો સાચો માર્ગ બતાવ્યો છે. આત્માના સાચા સ્વરૂપની ઓળખાણ કરાવી છે. તેથી તેના પ્રત્યુપકારમાં હું ગુરુજીના ચરણકમણમાં શું ધરું ? કોઈ વસ્તુ અર્પણ થાય તેમ નથી. કારણ કે સર્વે વસ્તુઓ આત્માથી ઊતરતી કક્ષાની છે. માટે પ્રત્યુપકારમાં કંઈ પણ વસ્તુ આપવાને બદલે આવા પરમોપકારી ગુરુજીના ચરણોમાં આજ્ઞાંકિત પણે વર્તે છું અર્થાત્ આત્મસમર્પણ કરુ છું. ૧૨૫॥
આ દેહાદિ આજથી, વર્તો પ્રભુ આધીન । દાસ દાસ હું દાસ છું, તેહ પ્રભુનો દીન ૧૨૬॥
શરીર વિગેરે જે કંઈ પણ મારું છે. તે તમામ આજથી હું ગુરુજીને સમર્પિત કરું છું. હે પ્રભુ ! હું તમારો દાસ છું. દીન એવો હું તમારો દાસ છું. ૧૨૬॥
આ શરીર, ઇન્દ્રિયો અને અંદરની તમામ ધાતુઓ વિગેરે જે કંઈ પણ મારી માલિકીની ચીજો છે તે હે પ્રભુ ! હું તમને સમર્પિત કરુ છું. કારણ કે તમે મારા ઉપર અસીમ ઉપકાર કર્યો છે. ખરેખર હું તમારો દાસ છું. દાસ છું એટલું જ નહિ પરંતુ દીન દાસ છું. ।। ૧૨૬ ॥
ષટ્ સ્થાનક સમજાવીને, ભિન્ન બતાવ્યો આપ ।
મ્યાન થકી તરવારવતુ, એ ઉપકાર અમાપ ।।૧૨૭॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org