________________
આપશ્રીએ આત્માનાં છ સ્થાનો બતાવી આત્મા શરીરથી ભિન્ન છે જેમ મ્યાનથી તરવાર ભિન્ન છે. તેમ આ આપશ્રીનો અમાપ ઉપકાર 9.112011
આ આત્મા છે. નિત્ય છે. કર્તા છે. ભોક્તા છે. મોક્ષ છે. અને મોક્ષના ઉપાયો છે. ઇત્યાદિ આત્માનાં છ સ્થાનો બતાવી જેમ મ્યાનથી તરવાર ભિન્ન છે તેમ આ શરીરથી આત્મા ભિન્ન છે. એમ જે મને સમજાવ્યું છે તે આપશ્રીનો મારા ઉપર અસીમ ઉપકાર છે. ।। ૧૨૭।।
દર્શન ષટે સમાય છે, આ ષટ્ સ્થાનક માંહી વિચારતાં વિસ્તારથી, સંશય રહે ન કાંઈ ૧૨૮॥
જો વિસ્તારથી વિશેષ વિચાર કરીએ તો છએ દર્શન આ છ સ્થાનમાં સમાઈ જાય છે. તેમાં કંઈ પણ સંદેહ રહેતો નથી.. ।। ૧૨૮।।
બૌદ્ધ, સાંખ્ય, મીમાંસક ચાર્વાક, વૈશેષિક અને જૈન એમ જે છ દર્શનો દર્શનશાસ્ત્રોમાં પ્રસિદ્ધ છે. તે પણ આ છ સ્થાનમાં સમાય છે. બૌદ્ધદર્શન આત્માને એકાન્તે ક્ષણિક માને છે. સાંખ્યદર્શન આત્માને એકાન્તે નિત્ય માને છે.
મીમાંસકો વેદોને જ પ્રધાનપણે માને છે. ચાર્વાક પૂર્વભવપરભવ નથી એમ જ માને છે. વૈશેષિક સામાન્ય અને વિશેષ બન્ને માને છે. પરંતુ એકાન્તે ભિન્ન માને છે અને જૈનદર્શન સામાન્ય-વિશેષ એમ ઉભયનો અપેક્ષાવિશેષે ભિન્નાભિન્ન માને છે. તે બધી ચર્ચા જાણવા જેવી છે. આ જે છ સ્થાનો બતાવ્યાં છે. તેમાં છએ દર્શનો સમાઈ જાય છે.
જો આ વાત વધુ વિસ્તારથી સૂક્ષ્મ રીતે સમજવામાં આવે તો સારી રીતે સમજાય તેમ છે તેમાં કંઈ પણ સંશય રહેતો નથી. ॥ ૧૨૮ ।।
Jain Education International
૭૬
For Private & Personal Use Only
www.jainelibrary.org