________________
થાય છે. અને તેનાથી આ જીવ જડ એવાં કર્મોને ગ્રહણ કરે છે. ૮રો.
- કર્મો બે જાતનાં છે દ્રવ્યકર્મ અને ભાવકર્મ. જ્ઞાનાવરણીયાદિ આઠ પ્રકારના કર્મો રૂપે બંધાતી જે કાર્મણવર્ગણા તે દ્રવ્યકર્મ, અને આ દ્રવ્યકર્મો બાંધવામાં કારણભૂત આત્માનો જે પરિણામ-રાગ-દ્વેષ-મોહ - અને અજ્ઞાનાત્મકતે ભાવકર્મ કહેવાય છે. આ આત્મા પોતાના શુદ્ધજ્ઞાનાદિ ગુણસ્વભાવોમાંથી પૌગલિક વિભાગસ્વભાવોને પરાયા હોવા છતાં “નિજ કલ્પના”મારા છે એમ મોહથી જે માને છે. તે જ ભાવકર્મ કહેવાય છે પરભાવ દશાને પોતાની દશા માનવી તે મોહ જ ભ્રાન્તિરૂપ છે. ભાવકર્મરૂપ છે. અને આવી ભ્રાન્તિ ચેતનને જ થાય છે જડને થતી નથી. આવી ભ્રાન્તિથી = ભાવકર્મથી આ જીવમાં તેવાં તેવાં અશુભ કાર્યો કરવા માટેનું વીર્ય સ્કુરાયમાન થાય છે. અને તે કરણ વીર્યથી આ જીવ કર્મોના થોક (દ્રવ્યકર્મો) બાંધે છે. ૮૨
ઝેર સુધા સમજે નહીં, જીવ ખાય ફળ થાય તે
એમ શુભાશુભ કર્મનું, ભોક્તાપણું જણાય ll૮૩ વિષ અને અમૃત આ બે પણ જડ વસ્તુઓ છે. જીવને શું ફળ આપવું તે તેઓ પણ સમજતા નથી. છતાં જીવ જો વિષ અને અમૃત ખાય તો તેનું ફળ મરણ-અમરણપણું થાય છે. તેની જેમ શુભાશુભ કર્મોનું ભોક્તાપણું પણ જણાય છે. !! ૮૩
વિષ અને અમૃત આ બન્ને પદાર્થો આ સંસારમાં જડ છે જ્ઞાન વિનાના છે. તેથી જ જીવને શું ફળ આપવું તે તેઓ જાણતા નથી. છતાં જીવ જો વિષ ખાય તો મરણફળ થાય. અને જીવ જો અમૃત ખાય તો અમરફળ થાય. આવું જગતમાં પ્રત્યક્ષ દેખાય છે. તેવી જ રીતે કર્મોનું એટલે કે શુભકર્મો જડ હોવા છતાં અજાણ હોવા છતાં જીવને શુભફળ આપે છે અને અશુભ કર્મો પણ જડ હોવા છતાં જીવને અશુભ ફળ આપે છે. આ રીતે જીવનું ભોક્તાપણું ઘટી શકે છે. આટલા
પ૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org