________________
તેથી તેને અનંતાનંતકર્મો બંધાયેલાં છે. જો કે શાસ્ત્રોમાં જ્ઞાનાવરણીયાદિ આઠ પ્રકારનાં જ કર્મો કહ્યાં છે પરંતુ તે મુખ્ય ભેદો (મૂળભેદો છે) તેના પેટા ભેદો, અનંતાનંત છે. તે અનંત પ્રકારો અને મૂળ આઠ ભેદો તમામ ભેદો તોડવા જેવા છે. તે આઠ ભેદોમાં પણ મુખ્યત્વે મોહનીય કર્મ પ્રધાન છે. કારણ કે તે મોહનીય જ આ જીવને સંસારમાં ડુબાડે છે, અનંતા કર્મો બંધાવે છે માટે હવે તે મોહનીય કર્મોને તોડવાનો ઉપાય જણાવું છું.૧૦૨
કર્મ મોહનીય ભેદ બે, દર્શન ચારિત્ર નામા હણે બોધ વીતરાગતા, અચૂક ઉપાય આમ ૧૦૩
મોહનીય કર્મના મુખ્ય બે ભેદ છે (૧) દર્શન મોહનીય અને (૨) ચારિત્ર મોહનીય. તે બન્ને ભેદોને હણવાના અચૂક ઉપાયરૂપ (૧) સમ્યગ્બોધ અને (૨) વીતરાગતા છે ૧૦૩
સર્વ કર્મોમાં રાજકર્મ મોહનીય કર્મ છે. તેના બે ભેદો છે. પરમાર્થને વિષે અપરમાર્થબુદ્ધિ અને અપરામાર્થને વિષે પરમાર્થબુદ્ધિ તે દર્શન મોહનીય કર્મ કહેવાય છે આત્માનું વિભાવદશામાં જવું કષાય અને નોકષાયવાળા બનવું તે ચારિત્ર મોહનીય કર્મ કહેવાય છે. આ બન્ને કર્મો આત્માને સંસારમાં રઝળાવનાર છે. તે કર્મોનો નાશ કરવાનો અચૂક ઉપાય (૧) સમ્યજ્ઞાન અને (૨) વીતરાગતા છે. જેમ જેમ સમ્યગુજ્ઞાન થાય, સાચું જ્ઞાન થતું જાય, સાચી દૃષ્ટિ ખીલતી જાય તેમ તેમ દર્શન મોહનીય કર્મ તૂટતું જાય છે. તથા આ આત્મા જેમ જેમ વીતરાગ બનતો જાય રાગાદિ ઓછા કરતો જાય તેમ તેમ ચારિત્ર મોહનીય કર્મ તૂટતું જાય છે. આ બન્ને જે ઉપાયો છે તે અચૂક ઉપાયો છે સાચા ઉપાયો છે ૧૦૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org