Book Title: Atmasiddhi Shastra
Author(s): Shrimad Rajchandra, Dhirajlal D Mehta
Publisher: Institute of Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 88
________________ સ્થાનક પાંચ વિચારીને, છક્કે વર્તે જેહ ! પામે સ્થાનક પાંચમું, એમાં નહિ સંદેહ /૧૪૧૫ આત્માનાં પાંચ સ્થાનો વિચારીને જે છઠ્ઠા સ્થાનમાં વર્તે છે તે પાંચમું સ્થાન પામે છે તેમાં બિલકુલ સંદેહ નથી. I૧૪૧// જે આત્માર્થી આત્માઓ ઉપર બતાવેલાં આત્માનાં છ સ્થાનોમાંથી પ્રથમનાં પાંચ સ્થાનો બરાબર સમજી વિચારી, આત્મસાક્ષાત્ નિર્ણત કરે છઠ્ઠા સ્થાનમાં (મોક્ષના ઉપાયભૂત રત્નત્રયીની આરાધનામાં) વર્તે છે તેઓ જ પાંચમું સ્થાન મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. આ વાતમાં બિલકુલ સંદેહ નથી .૧૪ના દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીતા તે જ્ઞાનીના ચરણમાં, હો વંદન અગણિત ૧૪રા જે મહાત્માઓ દેહમાં રહેલા હોવા છતાં દેહથી પર વર્તે છે તે જ સાચા જ્ઞાની છે તેઓના ચરણમાં અગણિત વંદન હોજ. I૧૪૨ જે મહાત્મા પુરુષો હાલ શરીરમાં વર્તે છે પરંતુ દેહથી પર વર્તે છે; દેહત સુખ-દુઃખથી હર્ષ-શોક પામતા નથી તે જ સાચા પરમાર્થે જ્ઞાની પુરુષો છે. તે મહાત્માઓના ચરણકમળમાં અમારા અગણિત વંદન હોજો ૧૪રા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 86 87 88 89 90