________________
તેના દ્વારા આત્માના જ્ઞાન-દર્શનાદિ ગુણો પ્રગટ કરવા તે ઉપાદાન કારણ છે. તેથી જ્ઞાન-દર્શનાદિ ઉપાદાન કારણોને જમુખ્ય કરી જે કોઈ વ્યક્તિ નિમિત્તોને ત્યજે છે. તે સિદ્ધિપણાને પામતા નથી. કારણ કે ઉપાદાનનાં લક્ષણો સાચા નિમિત્તને ત્યજવા માટે શાસ્ત્રમાં નથી બતાવ્યાં પરંતુ ઉપાદાન જાગ્રત ન રાખવાથી સાચાં નિમિત્તો મળવા છતાં તારું કલ્યાણ નહિ થાય. તેથી જ્યારે સાચાં નિમિત્તો મળ્યાં હોય ત્યારે તેનું આલંબન સ્વીકારી ઉપાદાનની સિદ્ધિ કરવી પણ પુરુષાર્થ વિનાના ન થવું એટલા માટે જણાવેલ છે. આવું નહિ સમજનારા બ્રાન્તિમાં જ રહી જાય છે. અને નિમિત્તોથી અલગ થવાના કારણે સાધ્યસિદ્ધિ વિનાના આ સંસારમાં રખડે છે ૧૩૬ો
ખથી જ્ઞાન કથે અને, અંતર છૂટ્યો ન મોહી તે પામર પ્રાણી કરે, માત્ર જ્ઞાનનો દ્રોહ I/૧૩૭ મુખે નિશ્ચયદષ્ટિવાળાં વચનો કહે છે પરંતુ અંતરથી જેનો મોહ છૂટ્યો નથી તે પામર પ્રાણી ખરેખર જ્ઞાની પુરુષોનો દ્રોહ કરે છે HI૧૩૭
જે જીવોને ખરેખર કંઈ કરવું નથી, ધર્માનુષ્ઠાન રુચતું નથી. તેવા જીવો મુખે એકાન્તનિશ્ચયનયનાં વચનો શાસ્ત્રોમાંથી લઈલઈને બોલે છે. પરંતુ પોતાને જરા પણ સંસારનો મોહ છૂટ્યો નથી તેવા અજ્ઞાની જીવો પોતાના જ્ઞાની કહેવરાવતા છતાં સાચા જ્ઞાની મહાત્માઓની દ્રોહ કરે છે ૧૩૭
દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ,વૈરાગ !
હોય મુમુક્ષુ ઘટ વિશે, એહ સદાય સુજાગ ll૧૩૮ દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ, ઈત્યાદિ જે ગુણો છે. મુમુક્ષુ આત્મામાં સદા જાગ્રત હોય છે. ૧૩૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org