________________
આ “આત્મસિદ્ધિ ગ્રંથમાં એકાંતે નિશ્ચયનયની વાત છે કે એકાંતે વ્યવહારનયની વાત છે એમ ન સમજવું, કારણ કે સાધનદષ્ટિ તે વ્યવહાર છે અને સાધ્યદષ્ટિ તે નિશ્ચય છે. સાધ્યદષ્ટિ વિના સાધનની સેવના નિરર્થક છે. અને સાધનની સેવના વિના સાધ્ય સિદ્ધિ થતી નથી. માટે બને એકાંત નો નિચ્યા છે તે આ ગ્રંથમાં સમજાવ્યા નથી પરંતુ બને નયોને સાપેક્ષપણે જ્યાં જે વસ્તુ જેમ ઘટે તેમ નયો લગાડવા./૧૩ર..
ગચ્છો અને મતોની જે કલ્પના છે તે સવ્યવહાર નથી તથા જેમાં આત્માભાન નથી તે એકાંત નિશ્ચય પણ શ્રેયસ્કર નથી. II૧૩૩ાા
આ ગચ્છ સાચો અને આ ગચ્છ ખોટો, આ મત સાચો અને આ મત ખોટો, આ ક્રિયા સાચી અને આ ક્રિયા ખોટી ઈત્યાદિ જે કલ્પના કરાય છે તે સમ્ય વ્યવહાર નથી. પરંતુ મોહના પરાભવને કરાવનારો જે વ્યવહાર તે સમ્ય વ્યવહાર છે. તેવી જ રીતે જે જ્ઞાનમાં આત્મભાન (આત્મસ્વરૂપનું ભાન) થયું નથી તે શુષ્ક નિશ્ચયદષ્ટિ પણ બોલવા પૂરતી જ છે. કંઈ પણ કામ લાગે નહિ અર્થાત્ આત્મકલ્યાણ કરે નહિ..૧૩૩.
આગળ જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં હોય થાશે કાળ ભવિષ્યમાં, માર્ગભેદ નહિ કોય /૧૩૪
ભૂતકાળમાં અનંતા જ્ઞાની પુરુષો થઈ ગયા છે. વર્તમાન કાળમાં પણ (મહાવિદેહમાં)તીર્થકરાદિ જ્ઞાની ભગવંતો છે તથા ભવિષ્યકાળમાં પણ જ્ઞાની ભગવંતો થશે. પરંતુ તેમની વાણીમાં કોઈ પણ જાતનો ભેદ હોતો નથી. II૧૩૪
ભૂતકાળમાં અનંત તીર્થંકર ભગવંતો થયા છે. સામાન્ય કેવળજ્ઞાની ભગવંતો પણ અનંતા થયા છે. તથા વર્તમાન કાળમાં હાલ પણ જ્ઞાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org