Book Title: Atmasiddhi Shastra
Author(s): Shrimad Rajchandra, Dhirajlal D Mehta
Publisher: Institute of Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 82
________________ આત્મભ્રાંતિ સમ રોગ નહિ, સગુરુ વૈદ્ય સુજાણ ગુરુ આજ્ઞા સમ પથ્ય નહિ, ઔષધ વિચાર ધ્યાન ૧૨૯ આત્મતત્ત્વનું ભાન ન થવું. એના સમાન બીજો કોઈ રોગ નથી. સદ્દગુરુ જેવા કોઈ સારા જ્ઞાની વૈદ્ય નથી. | ગુરુની આજ્ઞા પાળવા સમાન કોઈ પથ્ય નથી. અને ઉત્તમ વિચારીપૂર્વકના ધ્યાન સમાન કોઈ ઔષધ નથી. ૧૨૯ો. અનાદિ કાળથી આ આત્માને મોહની વાસનાના જોરે આત્મતત્વનું સાચું ભાન થયું નથી. સગુરુજી પુણ્યોદયથી મળ્યા. તેમણે આત્મતત્વનું ભાન કરાવ્યું; તેથી (૧) આત્માની ભ્રાન્તિ જેવો કોઈ રોગ નથી ! (૨) ઉત્તમ જ્ઞાની ગુરુ જેવા કોઈ વૈદ્ય નથી. (૩) ગુરુજીની આજ્ઞા પાળવા જેવું સાચું કોઈ પથ્ય (હિતકારક ભાતું) નથી. (૪) ઉત્તમ વિચારો સ્વરૂપ ધ્યાન જેવું કોઈ ઔષધ નથી. આ પ્રમાણે દૃષ્ટાંત આપીને સગુરુને અસીમ ઉપકાર છે. એમ સમજાવે છે. / ૧૨૯ .. જો ઈચ્છો પરમાર્થ તો, કરો સત્ય પુરુષાર્થ 1. ભવસ્થિતિ આદિનામ લઈ, છેદો નહિઆત્માર્થ ૧૩O જો પરમાર્થને (મોક્ષસાધ્યને) ઇચ્છતા હો, તો સાચો પુરુષાર્થ ન તજો | ભવસ્થિતિ વિગેરેનાં બાનાં કાઢી સાચો આત્માર્થ છેદો નહિ. I૧૩૦ જો અનાદિ કાળથી આત્માને વળગેલ આ સંસાર તજવો જ હોય, સંસારનાં દુઃખ-સુખો અસાર લાગતાં હોય, અને આત્માના કલ્યાણનો સાચો માર્ગ (મોક્ષ પુરુષાર્થ) મોળવવો જ હોય તો મોહની માયા છોડી સાચો પુરુષાર્થ કરો. ૭૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 80 81 82 83 84 85 86 87 88 89 90