Book Title: Atmasiddhi Shastra
Author(s): Shrimad Rajchandra, Dhirajlal D Mehta
Publisher: Institute of Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 85
________________ ભગવંતો વિચારે છે. તથા ભવિષ્યકાળમાં પણ અનંત તીર્થંકર ભગવનો તથા સામાન્ય કેવળજ્ઞાની ભગવંતો થશે. પરંતુ કોઈની પણ વાણીમાં ભિન્નતા હોતી નથી. સર્વે સર્વજ્ઞ હોવાથી એક સરખી જ દેશના આપે 9.1193811 સર્વ જીવ છે સિદ્ધસમ, જે સમજે તે થાય। સદ્ગુરુ આજ્ઞા જિનદશા, નિમિત્ત કારણ માંય ॥૧૩૫॥ સર્વે જીવો સિદ્ધની સમાન છે- આવું જે સમજે તે જ સિદ્ધ થાય સિદ્ધ થવા માટે સદ્ગુરુની આજ્ઞાનું પાલન, અને જિનેશ્વર પ્રભુની દશાનો વિચાર આ બે નિમિત્ત કારણ છે. ૧૩૫॥ સર્વે જીવોમાં સિદ્ધ ૫૨માત્મા જેવા અનંતજ્ઞાનાદિ ગુણો રહેલા છે સ્વરૂપ સત્તાથી સર્વે સિદ્ધ સમાન છે તેથી જ ઉપ૨નું કર્મ આવ૨ણ દૂર થવાથી આ આત્મા સિદ્ધ થઈ શકે છે આવું જે સમજે છે, અને તેને પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે તે જ સિદ્ધ દશા મેળવવાના બે ઉપાયો છે (૧) સદ્ગુરુ જે સમજાવે તે સમજી તેમની આજ્ઞા પ્રમાણે વર્તવું, (૨) જિનેશ્વક પ્રભુની વીતરાગ અવસ્થા તથા તેના ઉપાયો વિચારવાં આ બે ઉપાયોથી જ આત્માનાં કર્મો નાશ પામી જવાથી આ આત્મા સિદ્ધસમાન બને. ૧૩૫।। ઉપાદાનનું નામ લઈ, એ જે તજે નિમિત્ત । પામે નહિ સિદ્ધત્વને, રહે ભ્રાંતિમાં સ્થિત ૧૩૬॥ ઉપાદાનને આગળ કરી જે જીવો નિમિત્તને તજે છે તે જીવો સિદ્ધત્વદશાને પામતા નથી, અને ભ્રાંતિમાં જ રખડ્યા કરે છે ।।૧૩૬|| સદ્ગુરુ આજ્ઞા આદિ તે આત્માસાધનનાં નિમિત્ત કારણો છે અને ८० Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 83 84 85 86 87 88 89 90