________________
ચારિત્રનો ઉદય થાય છે. ત્યાર બાદ આ આત્મા વીતરાગપદમાં વાસિત થાય છે II૧૧૨॥ જ્યારે આ આત્માને પારમાર્થિક સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે. અને સત્સંગાદિના યોગે તે સમ્યક્ત્વ દિન-પ્રતિદિન વધારે નિર્મળ થતું જાય છે તેમ તેમ અનાદિ કાળથી આ આત્મામાં જે રાગ-દ્વેષ-ક્રોધ માનાદિ મિથ્યાભાસો જામેલા છે તે ટળી જાય છે, નાશ પામે છે અને શુદ્ધ સ્વભાવમાં આવીને વસે છે(સ્થિર થાય છે). II૧૧૨।।
કેવળ નિજસ્વભાવનું, અખંડ વર્તે જ્ઞાન । કહીએ કેવળજ્ઞાન તે, દેહ છતાં નિર્વાણ ૧૧૩
ફક્ત આત્મસ્વભાવદશાનું અખંડ એવું જ્ઞાન જ્યારે આ જીવને થાય છે. ત્યારે તેને કેવળજ્ઞાન કહેવાય છે. તે થયા પછી દેહ વિદ્યમાન હોવા છતાં આ જીવ નિર્વાણ પામ્યો એમ જ જણાય છે. ૧૧૩૫
જ્યારે કામ-ક્રોધ-રાગ-દ્વેષ-હાસ્ય-શોક-ભય-અજ્ઞાન વગેરે અનાદિ કાળના જામેલા મિથ્યા આભાસો આ આત્મામાંથી નીકળી જાય છે, અને તેવા પ્રકારના સર્વ આભાસોથી રહિત ફક્ત એલા આત્મસ્વભાવની જ રમણતા સ્વરૂપ અખંડ જ્ઞાન જ્યારે વર્તે છે કે જે જ્ઞાન કદાપિ મંદ થતું નથી, ખંડિત થતું નથી કે ઓછું થતું નથી તથા ચાલ્યું જતું નથી-આવું શુદ્ધ-નિર્મળ-ક્ષાયિકભાવનું જે જ્ઞાન પ્રગટ થાય છે. તે કેવળજ્ઞાન કહેવાય છે. જ્યારે આ કેવળજ્ઞાન પ્રગટ થાય છે ત્યારે આ આત્મા હજુ દેહવાન્ હોવા છતાં પણ આત્માના શુદ્ધસ્વરૂપના અનુભવાત્મક નિર્વાણપદને ભોગવે છે. ૧૧૩||
કોટિ વર્ષનું સ્વપ્ન પણ, જાગ્રત થતાં શમાય । તેમ વિભાવ અનાદિનો, શાન થતાં દૂર થાય ૧૧૪॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org