Book Title: Atmasiddhi Shastra
Author(s): Shrimad Rajchandra, Dhirajlal D Mehta
Publisher: Institute of Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 78
________________ મોહના ઉદયને લીધે મલીન હોવાથી કર્મોનો કર્તા-ભોક્તા છે. પરંતુ જ્યારે સ્વભાવદશાનું ભાન આવે છે અને તેમાં વૃત્તિ વર્તે છે ત્યારે આ જીવ કર્મોનો અકર્તા બને છે. II૧૨ના અનાદિ કાળથી આ જીવમાં વિભાવદશા વર્તે છે. તેના લીધે જ આત્મા પોતાનું શુદ્ધ સ્વરૂપ અંદર હોવા છતાં જોઈ શકતો નથી, સમજી શક્તો નથી. પરને જ પોતાનું માની પ્રવૃત્તિ કરે છે. આવા અજ્ઞાનને લીધે જીવ કર્મોનો કર્તા-ભોક્તા છે. પરંતુ જ્યારે વિભાવદશા ટળી જાય છે. સ્વાભાવદશાનું ભાન થાય છે સ્વભાવદશા સમજાય છે અને આત્માનું તેમાં પ્રવર્તન વર્તે છે ત્યારથી જ કર્મોનો અકર્તા થયો એમ સમજવું. કારણ કે કર્મબંઘનાં જે જે કારણો હતાં તે તે કારણો આત્માએ ત્યજી દીધાં. પછી કર્મોનો કર્તા કેવી રીતે તાય ? ૧૨૧ અથવા નિજ પરિણામ જે, શુદ્ધ ચેતના રૂપમાં ર્તા ભોક્તા તેહનો, નિર્વિકલ્પ સ્વરૂપ ૧રરા મોહના વિકલ્પો વિનાનો શુદ્ધ ચૈતન્યમય આત્માનો જે પરિણામ છે. તેને જ આ આત્મા ર્તા-ભોક્તા છે. ૧૨૨ અથવા કહીને ઉપરોક્ત જ વાત બીજી રીતે સમજાવે છે કે આ આત્માનાં શુદ્ધ ચૈતન્યમય (જ્ઞાનમય) જે પરિણામો છે, અધ્યવસાયો છે તેનો જ આ આત્મા ર્તા-ભોક્તા છે. આત્મદ્રવ્યચેતન છે. જ્ઞાન એ જ એનું સ્વરૂપ છે. માટે જીવ તે જ્ઞાનનો જ ર્તા-ભોક્તા છે. આ શુદ્ધસ્વરૂપ નિર્વિલ્પ દશાસ્વરૂપ છે. તે દિશામાં મોહજન્ય અને અજ્ઞાનજન્ય સંકલ્પ- વિલ્પો આવતા નથી. આ આત્મા અત્યન્ત શાન્ત બની જાય છે..૧૨૨ા મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા, તે પામે તે પંથ | સમજાવ્યો સંક્ષેપમાં, સંકળ માર્ગ નિગ્રંથ ૧૨૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90