________________
યથાર્થ દેખાયું અને દેહાત્મબુદ્ધિ રૂપ અજ્ઞાન દૂર થયું.૧૧૯ો.
દેહવિનાશી છે, આત્મા અવિાશી છે, દેહપૌગલિક છે, આત્મા ચેતન છે- ઈત્યાદિનું ભાન જે આજ સુધી કદાપિ મળ્યું નથી તે ઉપર મુજબ સદ્ગુરુજીના ધર્મોપદેશથી પ્રાપ્ત થયું અને પોતાના આત્માનું યથાતથ્ય શુદ્ધ સ્વરૂપ મારામાં જ છે એવું શિષ્યને ભાન થયું અને દેહ તે જ હું છું? ઈત્યાદિ અનાદિ કાળથી ચાલ્યું આવતું અજ્ઞાન આ દીપક પ્રકાશિત થયે છતે દૂર થયું. ૧૧૯
ભાસ્યું નિજસ્વરૂપ છે, શુદ્ધ ચેતના રૂપા અજર-અમર - અવિનાશી ને, દેહાતીત સ્વરૂપ ૧૨વા
પોતાના આત્માનું શુદ્ધ ચૈતન્યમય સ્વરૂપ, અજરપણું અમરપણું, અવિનાશીપણું તથા દેહથી ભિન્ન આત્મસ્વરૂપ છે, ઈત્યાદિ હવે સ્પષ્ટ સમજાયું. ૧૨૦
સદ્ગુરુના ઉપદેશથી, અને વીતરાગ પરમાત્માના પ્રકાશિત આગમશાસ્ત્રોથી તથા સ્વાનુભવથી શિષ્યને હવે સમજાયું કે આ આત્મા શુદ્ધ ચૈતન્યમય સ્વરૂપવાળો સુવર્ણની જેમ છે. આત્મા શુદ્ધ સ્વરૂપે જરા વિનાનો છે. મરણ વિનાનો છે. તથા કદાપિ નાશ ન પામવા વાળો છે. વળી આ આત્મા ચૈતન્યમય હોવાથી દેહથી અત્યંત ભિન્ન સ્વરૂપ વાળો છે. માત્ર મોહ અને અજ્ઞાન દશાને લીધે જ આ તત્ત્વ સમજાતું નથી. જ્યારે તે ટળે છે ત્યારે યથાર્થસ્વરૂપ સમજાય છે. ૧૨૦
કર્તા ભોક્તા કર્મનો, વિભાવ વર્તે જ્યાંયા વૃત્તિ વહી નિજભાનમાં, થયો અકર્તા ત્યાંથી ll૧ ૨૧ જ્યાં સુધી આ આત્મામાં વિભાવદશા વર્તે છે, ત્યાં સુધી આ જીવ
૭ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org