________________
આત્માની શુદ્ધદશાની પ્રાપ્તિ” એ જ મોક્ષ છે, આવો મોક્ષ જેના વડે પમાય તેને મોક્ષનો માર્ગ કહેવાય છે. નિગ્રંથ એવા ગુરુજી એ સંક્ષેપમાં આ સઘળો માર્ગ સમજાવ્યો છે. I૧૨૩
સર્વકર્મ રહિત, સર્વ મોહ રહિત, સર્વ અજ્ઞાન રહિત, એવી આત્માની જે શુદ્ધદશા છે તેની પ્રાપ્તિ થવી એ જ મોક્ષ છે. આનાથી બીજું કંઈ મોક્ષનું સ્વરૂપ નથી. આવો પરમપવિત્ર અવિનાશી અનંતસુખ મય મોક્ષતત્ત્વની પ્રાપ્તિ જે ઉપાયોથી (રત્નત્રયીના સેવનથી) થાય છે. માટે તે રત્નત્રયીનું સેવન એ જ સાચો મોક્ષમાર્ગ છે.
આ પ્રમાણે નિગ્રંથ = રાગ-દ્વેષની ગાંઠ વિનાના પરમ વૈરાગી. સંવેગપરિણામી એવા સદ્ગુરુજીએ સંક્ષેપમાં સમજાવ્યો છે. તે અમને બરોબર સમજાયો છે. ૧૨૩
અહો અહો શ્રી સદ્ગુરુ, કરુણાસિંધુ અપાર ! આ પામર પર પ્રભુ કર્યો, અહો અહો ઉપકાર ૧૨૪
અહો ! અહો ! અપાર કરુણાના સાગર એવા હે સદ્ગુરુજી ! આપશ્રીએ પામર એવા અમારા ઉપર અહો! અહો ! અતિશય પરમ ઉપકાર કર્યો છે. ૧૨૪
અહો પ્રભુ! હે અપાર કરુણાના સાગર પ્રભુ ! પામર એવા અમારા ઉપર તમે ઘણી કરુણા લાવીને આવો ધર્મોપદેશ સંભળાવવા દ્વારા અને અમને માર્ગે ચડાવવા દ્વારા અસીમ ઉપકાર કર્યો છે. જગતમાં સત્ય માર્ગ બતાવનાર મળવા અતિશય દુર્લભ છો ૧૨૪ો.
શું પ્રભુચરણ કને ધરું, આત્માથી સૌ હીના તે તો પ્રભુએ આપીઓ, વતું ચરણાધીન ૧૨પા
૭૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org