Book Title: Atmasiddhi Shastra
Author(s): Shrimad Rajchandra, Dhirajlal D Mehta
Publisher: Institute of Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 75
________________ એ જ ધર્મથી મોક્ષ છે, તું છો મોક્ષ સ્વરૂપો અનંત દર્શન જ્ઞાન તું, અવ્યાબાધ સ્વરૂ૫ ૧૧૬ આવા પ્રકારના ધર્મથી જ મોક્ષ છે. અને ખરેખર તું જ મોક્ષ સ્વરૂપ છો. અનંત દર્શન-અનંત જ્ઞાન સ્વરૂપ છો. તથા અવ્યાબાધ સ્વરૂપ પણ તું જ છો. I૧૧૬ll વિભાવદશાનો ત્યાગ, દેહાધ્યાસનો ત્યાગ, મોહદશાનો ત્યાગ, સ્વભાવદશાની પ્રાપ્તિ, સ્વભાવદશામાં જ રમણતા. એ જ યથાર્થ ધર્મ છે. તેવા ધર્મથી જ આ જીવને મોક્ષની પ્રાપ્તિ થાય છે. (આવો નિશ્ચય ધર્મ પ્રાપ્ત કરવા માટે જ શ્રાવક-સાધુના જીવનનાં અનુષ્ઠાનો રૂપ વ્યવહારધર્મ છે. અર્થાત્ વ્યવહારધર્મ સાધન છે. નિશ્ચયધર્મ સાધ્ય છે.) અંતે નિશ્ચયધર્મથી જ મોક્ષની પ્રાપ્તિ થાય છે. જ્યારે તું મોહરહિત શુદ્ધનિરંજન બને ત્યારે તું જ મોક્ષસ્વરૂપ છો. અનંત-જ્ઞાન-દર્શનાત્મક તું જ છો અને અવ્યાબાધ (કોઈ પણ જાતની ઉપાધિ વિનાના) સુખસ્વરૂપ પણ હે આત્મન્ ! તું જ છો. ૧૧૬l શુદ્ધ-બુદ્ધ-ચૈતન્યધન, સ્વયં જ્યોતિ સુખધામ | બીજું કહીએ કેટલું , કર વિચાર તો પામ ll૧૧૭ હે આત્મન્ ! તું જ શુદ્ધ છો, બુદ્ધ છો, ચૈતન્યના ધનસ્વરૂપ છો, તું પોતે જ પ્રકાશ અને સુખનું સ્થાન છો. ઘણું બીજું શું કહીએ, કંઈક વિચાર કર તો તું આ સ્વરૂપ પામીશ. I૧૧૭ હે આત્મન્ ! જેમ સુવર્ણ માટીથી મળ્યું છતું મલીન છે. પરંતુ માટીથી રહિત થયું છતું તે જ સુવર્ણ શુદ્ધ છે. તેમ તું પણ મોહને પરવશ થયો છતો અશુદ્ધ છે. જો મોહદશા દૂર કરે તો તું જ શુદ્ધ છો. જ્ઞાનાવરણીયાદિ કર્મો નાશ કરે છતે કેવળી બનવાથી હે આત્મન્ તું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90