________________
કરોડો વર્ષોનું ભલે સ્વપ્ન હોય તો પણ નિદ્રામાંથી જાગ્રત થતાં જ તે સ્વપ્ન સમાઈ જાય છે તેવી રીતે અનાદિની પણ વિભાવદશા જ્ઞાન પ્રગટ થતાં જ દૂર પલાય છે. ૧૧૪
ધારો કે કોઈ માણસને કરોડો વર્ષથી નિદ્રા-ઊંઘ આવેલી હોય અને તેવી લાંબી નિદ્રામાં સૂતેલા માણસને લાંબું -લાંબું સ્વપ્ન આવેલું હોય, સ્વપ્નકાળમાં અનેકવિધ તરંગો રચાયા હોય પરંતુ જેવી જાગ્રત દશા થાય કે તુરત જ સ્વપ્નો બધાં શમી જાય છે તેવી રીતે મોહની દશા ઘણા લાંબા કાળથી આ આત્માને ભલે વળગેલી છે તો પણ કેવળજ્ઞાન પ્રગટ થતાં જ આ વિભાવદશા દૂર થઈ જાય છે ।।૧૧૪
છૂટે દેહાધ્યાસ તો, નહિ કર્તા તું કર્મ નહિ ભોક્તા તું તેહનો, એ જ ધર્મનો મર્મ ।।૧૧૫।।
જ્યારે આ આત્મામાંથી દેહાધ્યાસ છૂટી જાય છે ત્યારે હે આત્મા! તું કર્મોનો કર્તા રહેતો નથી, તથા તું તે કર્મોનો ભોક્તા પણ રહેતો નથી, આ જ સાચો ધર્મનો મર્મ છે ૧૧૫॥
શરીરમાં જે મારાપણું અનાદિકાળથી મનાયું છે, અને તેના કારણે સ્ત્રી-પુત્રાદિ પરિવારમાં, તથા શરીરના સંરક્ષક ધનાદિમાં, તથા સ્નેહીવર્ગમાં અહં અને મમત્વ તને વર્તે છે. શાસ્ત્રોના સુંદર અભ્યાસથી, સત્પુરુષોના પરિચયથી અને આત્માનુભવથી જ્યારે શરીરાદિમાં જે આત્મીયતા મનાઈ છે તે ટળી જાય અને આત્મસ્વરૂપમાં આત્મતા પ્રગટે ત્યારે દેહાધ્યાસ-વિભાવદશા ચાલી જવાથી નવાં નવાં બંધાતાં કર્મો અટકી જાય છે. એટલે ખરેખર તું કર્મોનો કર્તા-ભોક્તા રહેતો નથી. આ આત્મા વિભાવદશાના લીધે જ કર્મોનો કર્તા-ભોક્તા છે. તે સ્વભાવદશા આવે છતે કર્મોનું કર્તૃત્વ-ભોત્વ રહેતું નથી. આ જ ધર્મતત્ત્વનો સાચો મર્મ છે. મોહનો ત્યાગ એ જ ધર્મનું ફળ છે ૧૧૫
૬૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org