Book Title: Atmasiddhi Shastra
Author(s): Shrimad Rajchandra, Dhirajlal D Mehta
Publisher: Institute of Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 68
________________ કર્મબંધ ક્રોધાદિથી, હણે ક્ષમાદિક તેહ / પ્રત્યક્ષ અનુભવ સર્વને, એમાં શો સંદેહ I૧૦જા. ક્રોધાદિથી કર્મો બંધાય છે. અને સમાદિથી કર્મો હણાય છે. સર્વને આ પ્રત્યક્ષ અનુભવ છે. તેમાં સંદેહ જેવું શું છે ? ||૧૦૪ો. ક્રોધ-માન-માય અને લોભાદિથી કર્મો બંધાય છે અને ક્ષમાનમ્રતા-સરળતા અને સંતોષથી કર્મો હણાય છે. ત્યાં વળી ક્ષમા આદરવાથી ક્રોધ હણાય, નમ્રતા આદરવાથી માન હણાય, સરળતાથી આદરવાથી માયા હણાય, સંતોષ આદરવાથી લોભ હણાય - આ વાત અનુભવસિદ્ધ છે. તેમાં કંઈ સંદેહ રાખવા જેવો નથી. ક્ષમાદિ ગુણો આચરવાથી ક્રોધાદિ દોષો અવશ્ય નાશ પામે છે. દુર્લભ એવા મનુષ્યભવમાં જ આ કાર્ય બની શકે છે. બીજા ભવોમાં સમાદિ ગુણો પ્રાપ્ત કરવા અતિદુષ્કર છે. ll૧૦૪ છોડી મત દર્શન તણો, આગ્રહ તેમ વિકલ્પી કહ્યો માર્ગ આ સાધશે, જન્મ તેહના અલ્પ ૧૦પા મત અને દર્શનનો અતિશય આગ્રહ તથા વિકલ્પો છોડીને ઉપર કહેલા માર્ગને જે સાધશે તેના અલ્પ ભવો થશે ||૧૦પા આ મારો મત છે. આ અમારો પક્ષ છે. આ અમારું દર્શન છે તે જ બધું સાચું છે. યુક્તિ-પ્રયુક્તિથી, દાખલા અને દલીલોથી ગમે તેમ કરીને પણ મારે મારો પક્ષ જ પકડી રાખવો જોઈએ. તેને જ સાચો માનવો જોઈએ. આવો પક્ષનો-પોતાના દર્શનનો જે આગ્રહ છે તે ખરેખર છોડવા જેવો જ છે. આવા આગ્રહને ત્યજીને જે આત્માના ઉપર મુજબ શુદ્ધ સ્વરૂપને સાધશે, સમ્યગુબોધ અને વીતરાગદશા વડે મોહને તોડશે તે ૬૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90