________________
આત્મા સત્ ચૈતન્યમય, સર્વાભાસ રહિત । જેથી કેવળ પામીએ, મોક્ષપંથ તે રીતે ૧૦૧ આ આત્મા ‘“સત્ છે. ‘‘ચૈતન્યમય, છે, સર્વાભાસથી રહિત છે જ્યારે ફકત આવું આત્મસ્વરૂપ પામીએ ત્યારે તે મોક્ષનો માર્ગ છે ।।૧૦૧||
આ આત્મા ‘“સ” છે એટલે કે વિદ્યમાન છે. આત્મા નામનો વાસ્તવિક પદાર્થ છે. ભૂતોમાંથી પ્રગટેલો નથી. અવિનાશી છે અનંતકાળ રહેવાવાળો છે. ઈશ્વરે બનાવેલો નથી. એવો આ આત્મા સત્ છે.
તથા ‘“ચૈતન્યમય’” છે, જ્ઞાનસ્વભાવ રૂપ છે. સર્વ દ્રવ્યો અને સર્વ પર્યાયોને જાણવાવાળો છે. કર્મોથી જ માત્ર અવરાયેલો છે. અંતે આ જ શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરવા જેવું છે.
તથા સર્વ આભાસોથી રહિત છે. શરીર તે આત્મા નથી. અને આત્મા તે શરીર નથી. તેવી જ રીતે ઇન્દ્રિયો આદિ તમામ પુદ્ગલ દ્રવ્યોથી આ આત્મા ભિન્ન છે. હું ગોરો, હું કાળો ઇત્યાદિ જે જણાય છે તે શરીરનું સ્વરૂપ હોવાથી આભાસ માત્ર છે. વાસ્તવિક સ્વરૂપ નથી. જ્યારે આવો આત્મા ‘‘સત્'' ચૈતન્યમય'' અને સર્વાભાસ રહિત'' સમજાય ત્યારે જ મોક્ષનો માર્ગ કહેવાય છે. ૧૦૨
કર્મ અનંત પ્રકારનાં, તેમાં મુખ્ય આઠ। તેમાં મુખ્ય મોહનીય, હણાય તે કહું પાઠ ૧૦૨॥ કર્મો (પેટાભેદોની અપેક્ષાએ) અનંત ભેદો વાળાં છે. તેમાં આઠ કર્મો‘મુખ્યપણે છે. તે આઠમાં મોહનીયકર્મ મુખ્ય છે તે મોહનીયકર્મ કેમ હણાય ? તેના ઉપાયો કહું છું. ૧૦૨૫ અનાદિ કાળથી આ આત્મા કર્મો બાંધતો જ આવ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org