________________
અલ્પભવોમાં જ મોક્ષે જશે ll૧૦પા.
ષપદનાં ષપ્રશ્ન તેં, પૂયા કરી વિચાર | તે પદની સર્વાગત, મોક્ષમાર્ગ નિરધાર I૧૦૬I
હે શિષ્ય ! તેં આત્મા સંબંધી ઉપર મુજબ છ પ્રશ્નો બહુ વિચારીને પૂછ્યા છે. મેં પણ તે છએ પદોના છ પ્રશ્નોના છ ઉત્તરો શાસ્ત્રાનુસાર આપ્યા છે. તે છ એ પદોને જે સર્વાગે વિચારે છે, સર્વ રીતે શાસ્ત્ર મુજબ વિચારે છે તે જ સાચો મોક્ષમાર્ગ છે. (૧) આત્મા છે. (૨) આત્મા નિત્ય છે. (૩) આત્મા કર્તા છે. (૪) આત્મા ભોક્તા છે. (૫) આત્માનો મોક્ષ છે. (૬) અને મોક્ષના ઉપાયો છે. આ છએ પદોને સંપૂર્ણપણે સમજી-વિચારી જે સ્વીકારે છે તે જ સાચો મોક્ષમાર્ગ પામે છે અન્ય દર્શકારોની જૂઠી જૂઠી માન્યાતાઓથી બચે છે. અને સાચા માર્ગે આત્મા ચડે છે. ૧૦૬
જાતિ વેષનો ભેદ નહિ, કહ્યો માર્ગ જો હોય સાધે તે મુક્તિ લહે, એમાં ભેદ ન કોય ૧૦૭
ઉપર કહેલા મોક્ષના માર્ગમાં જાતિ કે વેષનો ભેદ નથી. જે આવો અનુપમ માર્ગ સાધે છે. તે મુક્તિ પામે છે. જે મુક્તિદશામાં કોઈ ભેદ નથી |૧૦૭
જૈનદર્શનકારો પ્રથમ મોહનીય કર્મનો ક્ષય કરી પછી ઘાતકર્મનો ક્ષય કરી, કેવળજ્ઞાન પામી, સર્વકર્મોનો ક્ષય કરી આત્મા મોક્ષે જાય છે એમ માને છે. મોક્ષે જનારા આત્માઓમાં સમ્યગ્બોધ અને વીતરાગદશા આવવી જોઈએ. બ્રાહ્મણ જાતિના જીવો જ મોક્ષે જાય, કે ક્ષત્રિય જાતિના જીવો જ મોક્ષે જાય, કે વૈશ્યો જ મોક્ષે જ જાય એવો જાતિભેદનો કોઈ નિયમ નથી. અથતુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org