________________
ચોથા પદ સંબંધી શિષ્યની શંકા ગાથા ૭૯થી ૮૧
જીવ કર્મ કર્તા કહો, પણ ભોક્તા નહિ સોય ! શું સમજે જડ કર્મ કે, ફળ પરિણામી હોય ૭૯
જીવ કર્મોનો કર્તા તો ભલે કહો, પરંતુ કર્મોનો ભોક્તા તે જીવ કઈ રીતે હોઈ શકે? કારણ કે જડ એવું કર્મ ફળ આપવાના પરિણામ. માં શું સમજે ? I૭૯
ઉપરની દલીલોથી એમ સમજાય છે કે આ જીવ કર્મોનો કર્તા ભલે હો તે વાત યુક્તિથી સંગત થાય છે પરંતુ આ જીવ કર્મોનો ભોક્તા છે તે વાત બરાબર લાગતી નથી. કારણ કે કર્મો એ તો જડ વસ્તુ છે. જેમ ઘટ-પટ-પથ્થર જડ હોવાથી આ આત્માને સુખ આપવાનું કે દુઃખ આપવાનું વિચારતા નથી. કારણ કે તેનામાં વિચારક શક્તિ જ નથી. તે જ રીતે કર્મો પણ જડ છે. તેઓ આ આત્માને સુખ-દુઃખનો ભોગ આપવાનું કેવી રીતે વિચારે ? ફળ આપવાનું પરિણામીપણું આ કર્મોમાં જડ હોવાથી કેમ ઘટે? તેથી જીવ કર્મોનો ભોક્તા હોય તે વાત સંગત થતી નથી. ૭૯.
ફળદાતા ઈશ્વર ગયે, ભોક્તાપણું સધાય ! એમ કહ્યું ઈશ્વરતણું, ઈશ્વરપણું જ જાય llcom
ફળ આપનાર ઈશ્વર છે એમ જો ગણીએ તો જીવમાં કર્મોનું ભોક્તાપણું સાધી શકાય છે. પરંતુ એમ કહેવાથી ઈશ્વરમાં જે ઈશ્વરપણું છે તે ચાલ્યું જાય !! ૮૦ ||
આ આત્માને જે શુભ-અશુભ કર્મો ઉદયમાં આવે છે અને તેનાથી આ જીવ જે કર્મોના ઉદયનો ભોક્તા કહેવાય છે તે તમામ ફળ આપનાર ઈશ્વરને જો માનીએ તો ઘટી શકે છે. અર્થાત્ ઈશ્વર જ જીવને
૪૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org