Book Title: Atmasiddhi Shastra
Author(s): Shrimad Rajchandra, Dhirajlal D Mehta
Publisher: Institute of Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 58
________________ થાય તે બરાબર નથી. કારણ કે અનંત કાળ વીતી ગયો. તોપણ કર્મો બાંધવાનો જે દોષ છે. તે તો હજુ વર્તમાન જ છે ૧૮૭ના આ જીવ કર્મોનો કર્તા છે. તથા ભોક્તા છે એમ તો ઉપરથી ચર્ચાથી બરાબર સમજાયું છે પરંતુ આ આત્મા કર્મોના બંધનમાંથી મુક્ત થાય છે, આત્માને સર્વથા કર્મો લાગતાં બંધ થઈ જાય છે - આ વાત યુક્તિસંગત લાગતી નથી. કારણ કે આજ સુધી ભૂતકાળમાં અનંતકાળ ગયો છે છતાં કર્મબંધ કરવાનાં કારણભૂત રાગ-દ્વેષાદિનો જે દોષ આત્મામાં છે તે હજુ ટળ્યો નથી. માટે મોક્ષ થતો નથી એમ લાગે છે. ૮૭ શુભ કરે ફળ ભોગવે, દેવાદિ ગતિ માંયા અશુભ કરે નરકાદિ ફળ, કર્મરહિત ન ક્યાંય l૮૮૫ જો આત્મા શુભ કર્મો કરે તો તેનાં ફળો દેવાદિ શુભગતિમાં ભોગવે અને જો અશુભ કર્મો કરે તેનાં અશુભ ફળો નરકાદિ ગતિમાં ભોગવે અને તે વખતે નવાં-નવાં કર્મો બાંધતો જ રહે. માટે આત્મા કર્મરહિત બિલકુલ થતો નથી ll૮૮. આ આત્મા જો શુભકર્મો બાંધે તો તેનાં ફળ દેવાદિ ગતિમાં ભોગવે છે. અને અશુભકર્મો બાંધે તો તેનાં ફળ નરકાદિ ગતિમાં ભોગવે છે. આ રીતે બન્ને પ્રકારનાં કર્મોને ભોગવવા તે તે ગતિમાં જીવ જાય છે. અને તે તે પ્રકારનાં કર્મોને ભોગવતાં ભોગવતાં નવાં નવાં કર્મો બાંધે જ છે. આ પ્રમાણે બંધ ચાલુ જ રહેવાથી કદાપિ તે જાળમાંથી આ જીવ છૂટી શકતો નથી. માટે આ જીવનો મોક્ષ નથી. ૮૮ પાંચમા પદ સંબંધી ગુરુજીનું સમાધાનઃ ગાથા ૮૯થી૯૧ જેમ શુભાશુભ કર્મપદ, જાણ્યાં સફળ પ્રમાણમાં તેમ નિવૃત્તિ સફળતા, માટે મોક્ષ સુજાણ IIટલા ૫૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90