________________
એક રાંક ને એક નૃપ, એ આદિ જે ભેદ । કારણ વિના ન કાર્ય તે, તે જ શુભાશુભ વેધ II૮૪॥
એક ટંક છે. અને એક રાજા છે. ઇત્યાદિ જે ભેદો દેખાય છે તે ભેદાત્મક કાર્યો કારણ વિના ઘટી શકે નહિ. તે જ શુભાશુભ કર્મોનું ભોક્તાપણું છે ૮૪
આ સંસારમાં એક રાજા છે અને એક અંક (નિર્ધન) છે! એક સુખી છે, એક દુઃખી છે ! એક ઉચ્ચકુલવાન છે, એક નીચકુલવાન છે ! એક રૂપવાન છે, એક કરૂપ છે ઇત્યાદિ જે ભેદો દેખાય છે. તે ભેદો કારણ વિના હોઈ ન શકે. અર્થાત્ તો જુદા-જુદા ભેદો રૂપ કાર્યનું કોઈ ને કોઈ કારણ ચોક્ક્સ છે જ. તે જ ખરેખર શુભ-અશુભ કર્મોનો ઉદય કહેવાય છે. એથી જ આત્મા કર્મોનો ભોક્તા છે તે સિદ્ધ થાય છે ૫૮૪
ફળદાતા ઈશ્વર તણી, એમાં નથી જરૂર | કર્મ સ્વભાવે પરિણમે, થાય ભોગથી દૂર ૮૫॥ એટલે ફળને આપનાર ઈશ્વર છે એમ માનવાની તેમાં જરૂર નથી. કર્મ પોતે જ પોતાના સ્વભાવે પરિણામ પામે છે. જે કર્મો ભોગવી લેવાથી દૂર થાય છે. ૮૫૫
એટલે ઈશ્વર આ જીવને દુ:ખ-સુખ આપે છે એમ માનવાની જરૂર નથી. આ આત્માએ બાંધેલાં જે શુભાશુભ કર્મો છે તે કર્મો જ વિષ-અમૃતની જેમ પોતાના સ્વભાવે જ દુઃખ-સુખ આપનાર તરીકે પરિણામ પામે છે. પછી જેમ વિષ મારણકાર્ય કરાવીને નિવૃત્ત થાય છે તથા જેમ અમૃત અમરણપણાનું કાર્ય કરાવીને નિવૃત્ત થાય છે તે જ રીતે કર્યો પણ પોત-પોતાનું ફળ આત્માને ભોગવાવીને નિવૃત્ત થાય છે. આ રીતે જીવમાં કર્મોનું ભોક્તાપણુ યુક્તિસંગત છે. ૮૫॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org