________________
પણ અનાદિકાળથી ચાલુ જ છે તેથી જે અનંતકાળ વીત્યો છે પરંતુ પ્રવૃત્તિની જેમ જ્યારે આ આત્મા રાગાદિ કારણોથી નિવૃત્તિ કરે છે ત્યારે કર્મબંધની નિવૃત્તિ પણ તુરત થાય છે. પ્રવૃત્તિની જેમ નિવૃત્તિ પણ જીવ ધારે તો સત્સંગાદિના યોગથી કરી શકે છે. તેથી શુભાશુભ પરિણામો છેદતાં કર્મબંધ વિરામ પામતાં આ જીવને તુરત મોક્ષની પ્રાપ્તિ થાય છે ૯૦
દેહાદિ સંયોગનો, આત્યંતિક વિયોગ | સિદ્ધ મોક્ષ શાશ્વતપદે,નિજ અનંત સુખભોગ ૯૧૫
શરીરાદિના સંયોગનો જ્યારે આત્યંતિક વિયોગ થાય છે ત્યારે સિદ્ધ સ્વરૂપ મોક્ષસ્વભાવ પ્રગટ થાય છે. ત્યાં શાશ્વતપદે આ આત્મા પોતાના અનંત સુખનો ભોક્તા બને છે ૧૯૧
શરીર-ઈન્દ્રિયો-પ્રાણો ઈત્યાદિ પૌગલિક ભાવોનો જે સંયોગ છે તે જ સંસાર કહેવાય છે. તેનો આત્યંતિક જે વિયોગ એટલે તે ફરીથી કદાપિ આ જીવને ન આવે એવો વિયોગ તે જ સિદ્ધાવસ્થાસ્વરૂપ મોક્ષ છે. જ્યારે મોક્ષપ્રાપ્તિ થાય છે ત્યારે શાશ્વતપદે એટલે અનંતકાળ સુધી આ આત્મા ત્યાં પોતાના આત્મિક ગુણોનું જે અનંત સુખ છે તે ભોગવે છે ll૯૧૫ છઠા પદ સંબંધી શિષ્યનો પ્રશ્ન : ગાથા ૯૨થી ૯૬
હોય કદાપિ મોક્ષપદ, નહિ અવરોધ ઉપાયા કર્મો કાળ અનંતમાં, શાથી છેદ્યાં જાય ત્યાં
હવે કદાચ માનો કે મોક્ષપદ હશે, તો પણ તેની પ્રાપ્તિનો અવરોધ = યથાર્થ સાચો ઉપાય કોઈ દેખાતો નથી. કારણ કે ૧. આત્યંતિક = ફરીથી ન આવે તેવો, પૂર્ણપણે જે વિયોગ ૨. શાવિત પદે = અનંતકાળ સુધી ૩. અવરોધ = યથાર્થ – સાચો, ઉપાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org