________________
આ જીવ શુભ-અશુભ કર્મોનો કર્તા છે. રાગ-દ્વેષાદિ કષાયોથી કર્મો બાંધે છે. તે કર્મો ઉદયમાં આવે ત્યારે ફળ આપે છે. ઇત્યાદિ ફ્તત્વ અને ભોક્નત્વ જેમ તે સપ્રમાણપણે જાણ્યું તે જે રીતે જ્યારે જ્યારે આ આત્મા રાગ-દ્વેષાદિ કર્મબંધના કારણોથી નિવૃત્ત થાય ત્યારે ત્યારે કર્મબંધોથી વિરામ પામે, અંતે મોક્ષ થાય એમ પણ સપ્રમાણ તું જાણ I૮૯
રાગ-દ્વેષ-મોહ-વિષયોની લોલુપતા, ઈત્યાદિ કર્મબંધનાં કારણો છે. આ આત્મા જેમ જેમ તે કારણોમાં પ્રવૃત્તિ કરે છે, તેમ તેમ વધારે કર્મો બાંધે છે અને બાંધેલાં કર્મો કાળપાકે ઉદયમાં આવે છતે આ જીવ ભોગવે છે ઈત્યાદિ ચર્ચા તે પ્રમાણપૂર્વક જાણી છે. તે જ રીતે આ આત્મા જેમ જેમ કષાયોથી નિવૃત્તિ પામે તેમ તેમ કર્મબંધનો વિરામ પણ થઈ શકે છે અને તે અંશતઃ થયેલો વિરામ આગળ વધતાં સર્વથા વિરામ થતાં આ આત્માનો મોક્ષ પણ થાય છે. એમ હે શિષ્ય ! તું સારી રીતે સમજ IIટલા
વિત્યો કાળ અનંત તે, કર્મ શુભાશુભ ભાવા તેહ શુભાશુભ છેદતાં, ઊપજે મોક્ષ સ્વભાવ ૯૦
કર્મબંધના કારણભૂત આત્મામાં શુભ-અશુભ ભાવો (સારાંનરસા પરિણામો) અનાદિકાળથી છે. તેથી અનંતકાળ વીત્યો છે. પરંતુ જ્યારે આ શુભ-અશુભ ભાવો (પરિણામો) છેદાય છે ત્યારે મોક્ષસ્વભાવ ઊપજે છે ૯ol
ગાથા ૮૭માં કહેવામાં આવ્યું હતું કે “કાળ અનંત વીત્યો છતાં પણ કર્મબંધ અટક્યો નથી. માટે હવે અટકશે પણ નહિ. એટલે મોક્ષ થશે નહિ. પરંતુ આ પ્રશ્નનો ઉત્તર આ પ્રમાણે છે કે કર્મ જેનાથી બંધાય છે એવા રાગ-દ્વેષ-મોહાદિ કારણોમાં આ જીવની પ્રવૃત્તિ અનાદિકાળથી છે. એટલે તેના ફળરૂપે કર્મબંધ
- ૫૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org