Book Title: Atmasiddhi Shastra
Author(s): Shrimad Rajchandra, Dhirajlal D Mehta
Publisher: Institute of Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 54
________________ શુભ-અશુભ કર્મો ભોગવાવે છે. આ રીતે ઈશ્વરીય પ્રેરણા લઈએ તો જીવકર્મોનો ભોક્તા સાધી શકાય છે. પરંતુ તેમ કરવા જતાં ઈશ્વરમાંથી ઈશ્વરપણું જ ચાલ્યું જાય છે. કારણ કે ઈશ્વર જો આ રીતે પારકાને સુખદુ:ખ આપવામાં જોડાય તો પોતાનામાં આત્માનું જે શુદ્ધ સ્વરૂપ પ્રગટ છે તે ઘટે નહિ. N૮૦ ઈશ્વરસિદ્ધ થયા વિના, જગત નિયમ નહિ હોય પછી શુભાશુભ કર્મનાં, ભોગ સ્થાન નહિ કોય ૮૧ ઈશ્વર જીવને કર્મોનું ભોકતૃત્વ કરાવે એ વાત પણ સિદ્ધ થતી નથી કર્મો જડ હોવાથી જીવને ફળ આપવાનું જાણતા નથી. આ રીતે વિચારતાં જગતમાં સુખ-દુઃખોના ફળોના ભોક્તાપણાનો કોઈ નિયમ રહેતો નથી સિદ્ધ થતો નથી. તેથી શુભાશુભ કર્મોને ભોગવવાના સ્થાન રૂપ નરક-દેવલોક જેવાં સ્થાનો પણ કોઈ ઘટતાં નથી. II૮ના જો ઈશ્વર જીવને સુખ-દુઃખ ભોગવાવે છે એમ માનીએ તો ઈશ્વર શુદ્ધ ન રહેવાથી ઈશ્વરમાં ઈશ્વરપણું ઘટતું નથી, અને કર્મો જડ હોવાથી સુખ-દુઃખનું ફળ આપવાના પરિણામવાળાં સંભવતાં નથી. આ રીતે કર્મોનું ફળદાયકત્વ, અને ઈશ્વરનું ફળદાયકત્વ સિદ્ધ ન થવાથી જગતમાં આ દુઃખ-સુખના ભોગવટાનો નિયમ કોઈ રીતે ઘટી શકતો નથી. અને જો દુઃખ-સુખ ભોગવવાનું જ ન ઘટે તો તેને ભોગવવા માટેનાં નરક-નિગોદ અને સ્વર્ગાદિ સ્થાનો પણ કેમ ઘટી શકે ? ૮૧ ચોથા પદ સંબંધી સગુરુનું સમાધાનઃ ગાથા ૮રથી ૮૬ ભાવકર્મ નિજ કલ્પના, માટે ચેતનરૂપા જીવવીર્યની ફુરણા, ગ્રહણ કરે જડધૂપ ૮૨ા. ભાવકર્મ એ પોતાની બ્રાન્તિરૂપ છે. તેથી જ તે ચેતનારૂપ છે. તેવી બ્રાન્તિમય ચેતનતાથી (કર્મબંધપ્રત્યે) જીવનું વીર્ય સ્કુરાયમાન ૪૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90