________________
જ નહિ ! અથવા જો ઈશ્વરને કર્મોનો કર્તા (પ્રેરક) ગણીએ તો ઈશ્વર પણ રાગ-દ્વેષાદિ દોષોના પ્રભાવવાળો થઈ જાય. + ૭૭ !
શરીરમાં પ્રવેશેલ ભૂત જેમ અયોગ્ય ચેષ્ટાકારી છે તેની જેમ આ જીવમાં ઈશ્વરીય પ્રેરણાથી કર્મો બંધાય છે એ વાત પણ યુક્તિસંગત નથી. કારણ કે જેમનામાં આત્માનો શુદ્ધ સ્વભાવ પ્રગટ થયો છે તે જ સાચા ઈશ્વર છે. તે રાગાદિ દોષો વિનાના હોવાથી કર્મોને બાંધવાની પ્રેરણા કેમ કરે ?અને જો પ્રેરણા કરે એટલે કે કર્મોના બંધના પ્રેરક બને તો ચોક્કસ ઈશ્વર પણ દોષોના પ્રભાવવાળા જ બની જાય. ૭૭
ચેતન જો નિજભાનમાં, કર્તા આપ સ્વભાવ વર્તે નહિ નિજભાનમાં, કર્તા કર્મ પ્રભાવ ૭૯
ચેતન એવો આ આત્મા જ્યારે જ્યારે નિજભાનમાં = પોતાના શુદ્ધ જ્ઞાનાદિ ગુણોમાં વર્તે ત્યારે તે આપ સ્વભાવનો જ કર્તા છે. અને આ જ જીવ જ્યારે નિજભાનમાં = પોતાના શુદ્ધ જ્ઞાનાદિ ગુણોમાં ન વર્ત ત્યારે આ જ જીવ કર્મોના પ્રભાવનો કર્તા છે. || ૭૮ ||
જીવમાં સહજ ભાવે પોતાના શુદ્ધ જ્ઞાનાદિ ગુણો છે. અને મોહના ઉદયથી ક્રોધ-માન-માયાદિ વિભાવસ્વભાવમાં પણ આ આત્મા વર્તે છે. જ્યારે જ્ઞાની ગુરુના યોગથી અથવા પોતાના વિશિષ્ટ એવા સમ્ય ક્ષયોપશમના બળથી જ્યારે જ્યારે પોતાના જ્ઞાન-દર્શનચારિત્રાદિ ગુણપર્યાયોમાં વર્તે છે ત્યારે તે “આપ સ્વભાવનો કર્તા” છે. તેટલે અંશે તે કાળે કર્મોનો કર્તા નથી. પરંતુ જ્યારે જ્યારે મોહનીય કર્મના ઉદયને પરવશ થવાથી ક્રોધ-માન-માયાદિ કષાયોવાળો બને છે અને સ્વભાવ. દશાનો કર્તા ન રહેતાં વિભાવદશાનો કર્તા બને છે ત્યારે ત્યારે તે જ જીવ કર્મબંધોનો કર્તા પણ બને છે. જે ૭૮ છે.
૪૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org