Book Title: Atmasiddhi Shastra
Author(s): Shrimad Rajchandra, Dhirajlal D Mehta
Publisher: Institute of Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 51
________________ દ્રવ્યનો જે સ્વભાવ હોય છે તે તેનાથી કદાપિ છૂટો પડતો નથી. કર્મોમાં તો ક્યારેક બંધાય, ક્યારેક શુભ બંધાય, ક્યારેક અશુભ બંધાય, ક્યારેક તીવ્ર બંધાય, ક્યારેક મંદ બંધાય. માટે કર્મબંધ એ કેવળ જીવસ્વભાવ નથી ! ૭૫ . વળ હોત અસંગ છે, ભારત તને ન કેમ અસંગ છે પરમાર્થથી, પણ નિજભાને તેમi૭૬ો જો આ આત્મા અસંગ હોત, સાંખ્યદર્શન માને છે તેમ શુદ્ધ જ હોત તો તને તે આત્મા તેવો કેમ ન દેખાત!પરમાર્થથી =નિશ્ચયનયથી તે આત્મા જરૂર અસંગ છે પરંતુ જ્યારે આ આત્માને આત્મભાન થાય ત્યારે જ તે જણાય છે ત્યાં સુધી વ્યવહારનયથી કર્મોને કર્તા છે. /૭૬ . સાંખ્યદર્શનકારની માન્યતા મુજબ જો આ આત્મા શુદ્ધ-બુધ્ધ અને કર્મોનો અકર્તા જ હોત, અને પ્રકૃતિ જ જો કર્મો કરતી હોત તો તેવો શુદ્ધ-સુખી-સદાચિદાનંદમય આત્મા તને કેમ દેખાતો નથી! માટે પરમાર્થથી-નિશ્ચયનયની દૃષ્ટિથી આત્મા સિદ્ધ પરમાત્મા જેવો શુદ્ધ હોવા છતાં પણ વ્યવહારનયથી સુખ-દુખ, પુણ્ય-પાપ, આદિ બાહ્ય ભાવોનો કર્તા પણ છે. જ્યારે આ આત્માને સમ્યક્તાદિ ગુણો પ્રગટ થવાથી આત્મભાન થાય છે ત્યારે જ અકર્તારૂપ મૂળ સ્વરૂપ જણાય છે તેને લક્ષ્યમાં રાખીને કર્મબંધ અટકાવે છે. જેમ માટી સાથે ભળેલું સોનું પોતાના રૂપે શુદ્ધ હોવા છતાં જ્યાં સુધી મારી સાથે ભળેલુ છે ત્યાં સુધી મલીન જ છે. . ૭૬ | કર્તા ઈશ્વર કોઈ નહિ, ઈશ્વર શુદ્ધ સ્વભાવ અથવા પ્રેરક તે ગણ્ય, ઈશ્વર દોષ પ્રભાવ ૭૭ જીવોમાં કર્મોનું કર્તાપણું ઈશ્વરની પ્રેરણા છે. એ વાત પણ યોગ્ય નથી. કારણ કે ઈશ્વર શુદ્ધ સ્વભાવવાળો છે. તેથી તે કર્મોનો કર્તા હોય ૪૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90