________________
વ્યયવાળી છે. આત્મા જડ નથી માટે પણ ઉત્પત્તિ-વિનાશવાળો નથી. વળી શરીર પુદ્ગલ હોવાથી-રૂપી છે. આત્મા અરૂપી છે. માટે પણ શરીરની જેમ ઉત્પત્તિ-વિનાશવાળો નથી, તથા વળી શરીર એ દૃશ્ય છે. દેખવા લાયક પદાર્થ છે. આત્મા એ દ્રષ્ટા છે. આ રીતે શરીર કરતાં વૈધર્મવાળો આત્મા હોવાથી શરીર ભલે ઉત્પત્તિ-વિનાશવાળું હો પરંતુ આત્મા ઉત્પત્તિ અને વિનાશ વાળો છે. એવું ક્યા જ્ઞાનીએ જાણ્યું ? કયા જ્ઞાનીના અનુભવના આધારે કહી શકાય ? અર્થાત્ આત્મા ઉત્પત્તિવિનાશવાળો નથી. પરંતુ નિત્ય છે. II૬૨૫
જેના અનુભવ વશ્ય એ, ઉત્પન્ન લયનું જ્ઞાન । તે તેથી જુદા વિના, થાય ન કેમે ભાન ૫૬૩ા
દેહના ઉત્પત્તિ અને વિનાશનું જ્ઞાન જેના અનુભવને વશ્ય છે. તે આત્મા તે દેહથી જુદો માન્યા વિના તે જ્ઞાન કેમે કરી થાય નહિ ||૬૩||
આ દેહ તો ઉત્પત્તિ-વિનાશવાળું છે. માટે જડ છે. તેથી પોતાના ઉત્પત્તિ-વિનાશને તે દેહ તો જાણે નહિ. તેથી દેહના ઉત્પત્તિ-વિનાશને જે જાણે છે. જે અનુભવે છે. તે આત્મા નામનો પદાર્થ જુદો છે. આત્મા નામનો જો જુદો પદાર્થ ન હોત તો દેહના ઉત્પાદ-વિનાશ કોણ જાણત! માટે દેહ તે સ્વયં ઉત્પાદ-નાશવાન્ છે. પરંતુ ઉત્પાદ-વિનાશ ને જાણનાર નથી અને જે જાણનાર છે તે દેહથી જુદો છે. જો જુદો ન હોત તો દેહને જેમ ભાન થતું નથી તેમ આત્માને પણ ભાન ન થાત. માટે દેહથી આત્મા ભિન્ન છે. દેહ સંયોગજન્ય છે તેથી અનિત્ય છે. પરંતુ આત્મા સંયોગજન્ય નથી માટે પણ નિત્ય છે.
જે સંયોગો દેખીએ, તે તે અનુભવ દૃશ્ય। ઉપજે નહિ સંયોગથી, આત્મા નિત્ય પ્રત્યક્ષ૬૪
Jain Education International
૩૮
For Private & Personal Use Only
www.jainelibrary.org