________________
આ સંસારમાંની ઘટ-પટાદિ તમામ ચીજો ક્ષણે ક્ષણે પલટાતી નજરે સાક્ષાત દેખાય છે. જેમ એક બાળક દિન-પ્રતિદિન વૃદ્ધિ પામતો મોટો થતો સાક્ષાત્ દેખાય છે. તે કંઈ એક દિવસમાં તેટલો મોટો થતો નથી. તેથી ક્ષણે ક્ષણે પલટાવા પણું છે. તે જ રીતે આત્મા પણ ક્ષણે ક્ષણે પલટાય છે. માટે આત્મા ક્ષણિક હોય એમ લાગે છે. નિત્ય હોય એમ જણાતું નથી બન્ને ગાથાનો સાર એ છે કે કિંચિત્કાલસ્થાયિ અનિત્ય અને ક્ષણિક અનિત્ય એમ બે પ્રકારનું અનિત્ય હોય છે. શરીરના સંયોગવિયોગ પ્રમાણે ઉત્પાદ અને વિનાશવાળો આ આત્મા કિંચિત્કાલસ્થાયિ (અમુક જ કાળ રહેવા વાળો) અનિત્ય છે. અથવા ક્ષણે ક્ષણે પલટાતા પદાર્થોની જેમ આ આત્મા ક્ષણિક અનિત્ય છે. I ૬૧ | | દ્વિતીયપદ સંબંધી ગુરુજીનું સમાધાન ગાથા, ૬૦થી ૭૦
દેહ માત્ર સંયોગ છે, વળી જડ રૂપી દૃશ્ય ચેતનનાં ઉત્પત્તિ-લય, કોના અનુભવ વશ્યોદરા
શરીર એ માત્ર પુદ્ગલોનો સંયોગ જ છે. વળી શરીર એ જડ છે. માટે આત્માના ઉત્પાદ અને વ્યય કોના અનુભવને વશ વર્તી છે. ૬ ૨ા.
બે પાંચ પરમાણુઓ ભેગા મળીને અંધ બને. તેમ આ શરીર અનેક પુદ્ગલ પરમાણુઓના સંયોગમાત્રથી બન્યું છે. આત્મા એ કંઈ અવયવોના સંયોગથી બનેલો નથી. જે જે વસ્તુ અવયવોના સંયોગથી બને તે તે ઉત્પત્તિનાશ વાળી હોય છે. માટે શરીર ઉત્પત્તિ-વિનાશવાળું છે. પરંતુ આત્મા ઉત્પત્તિ-વિનાશ વાળો નથી. વળી શરીર જડ છે. આત્મા ચેતન છે. જે જે જડ વસ્તુઓ છે જેમ કે ઘટ-પટ તે ઉત્પત્તિ
૧. જડ = ચેતનતા વિનાનું ૨. રૂપી = વર્ણાદિવાળું ૩. દશ્ય = દેખી શકાય તેવું ૪. લય = વિનાશ ૫. વશ્યક પરવશ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org