________________
થયું. | પ૯ છે. દ્વિતીય પદ સંબંધી શિષ્યનો પ્રશ્ન, ગાથા ૬૦-૬૧.
બીજી શંકા થાય ત્યાં, આત્મા નહિ અવિનાશી દેહયોગથી ઉપજે, દેહવિયોગે નાશ ૬ol
હવે અમને બીજી આવી શંકા ઉત્પન્ન થાય છે કે આત્મા અવિનાશી (નિત્ય) નથી. દેહના સંયોગથી ઉત્પન્ન થાય છે. અને દેહના વિયોગે આ આત્મા વિનાશ પામે છે. II૬૦
શિષ્યો સદ્ગુરુજીને પૂછે છે કે હવે “આત્મા છે' એ વિષે અમને કંઈ પણ શંકા નથી. પહેલું પદ “આત્મા અસ્તિ” એ તો બરોબર સમજાઈ ગયું છે. પરંતુ તે આત્મા અવિનાશી છે = નિત્ય છે. એ શાસ્ત્રીય પદમાં અમને શંકા વર્તે છે. જ્યારે જ્યારે દેહનો સંયોગ થાય છે ત્યારે ત્યારે આત્મા ઉત્પન્ન થાય છે. અને જ્યારે જ્યારે દેહનો વિયોગ થાય છે. ત્યારે ત્યારે આત્મા વિનાશ પામે છે જેમ લાઈટની સ્વીચ દબાવીએ ત્યારે લાઈટ ચાલુ થાય છે. અને સ્વીચ બંધ કરીએ એટલે લાઈટ બંધ થાય છે તે લાઈટ શરૂ થાય ત્યારે ક્યાંયથી આવતી નથી. અને બંધ થાય ત્યારે ક્યાંય જતી નથી. ત્યાં જ પૂર્ણ થઈ જાય છે. આગળ-પાછળ તેની કોઈ સ્થિતિ નથી. તેમ જ આ આત્મા પણ દેહના સંયોગ-વિયોગે ઉત્પાદવિનાશ પામે છે. આગળ-પાછળ ભવો પણ નથી. અને આત્મા સર્વભવોમાં અન્વયિ નિત્ય પણ નથી જ ! ૬૦
અથવા વસ્તુ ક્ષણિક છે. ક્ષણે ક્ષણે પલટાય ! એ અનુભવથી પણ નહીં, આત્મનિત્ય જણાય ૬૧
અથવા સંસારમાં રહેલી તમામ વસ્તુઓ ક્ષણે ક્ષણે પલટાતી દેખાય છે. તેથી સર્વ વસ્તુઓ જેમ ક્ષણિક છે. તેમ આત્મા પણ ક્ષણિક છે. આ અનુભવના આધારે પણ આત્મા નિત્ય જણાતો નથી. I ૬૧ ૧. ક્ષણિક = ક્ષણ માત્ર રહેનાર, ૨. પલટાય= બદલાય ૩. નિત્ય સદા રહેનાર
ઉ=
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org