________________
પ્રમાણે જે દેખાય છે. તે પરસ્પર વિરુદ્ધ જો દેહ તે જ આત્મા હોય તો ઘટી શકે નહિ પી.
આ સંસારમાં ઘણા માણસો કૂશદેહવાળા=પાતળા શરીરવાળા હોય છે. છતાં બુદ્ધિ ઘણી તેજ અને તીક્ષ્ણ હોય છે. અને ઘણા માણસો સ્થૂલદેહવાળા = જાડા શરીરવાળા હોય છે. છતાં અલ્પમતિવાળા જ હોય છે. હવે જો શરીર તે જ આત્મા હોત તો જેમ જેમ શરીર વધે તેમ તેમ આત્મા અને આત્માનું જ્ઞાન) વધારે હોવું જોઈએ અને જેમ જેમ શરીર ઘટે તેમ તેમ આત્મા (એટલે આત્માનું જ્ઞાન) ઘટવું જોઈએ પરંતુ આવું દેખાતું નથી વિરુધ્ધ દેખાય છે. માટે દેહએ જ આત્મા નથી. દેહથી આત્મા ભિન્ન છે. એમ સાબિત થાય છે. II ૫૬
જડ ચેતનનો ભિન્ન છે, કેવળ પ્રગટ સ્વભાવ !
એક પણું પામે નહિ, ત્રણે કાળ દ્રયભાવ' પછા
જડ અને ચેતન એમ બન્નેનો અતિશય ભિન્ન સ્વભાવ છે આ વાત પ્રગટ છે. કોઈ કાળે તે એકપણું પામે નહિ. માટે ત્રણેકાળે બને જુદાં હોયજ છે પ૭ |
વસ્તુને ન જાણવી એ સદા જડનો સ્વભાવ છે. અને વસ્તુને કાયમ જાણવી એ ચેતનનો સ્વભાવ છે. એટલે કે જડતા એ જડનો સ્વભાવ અને ચેતનતા એ ચેતનનો સ્વભાવ છે. એમ બન્ને પદાર્થોનો ત્રણે કાળે ભિન્ન ભિન્ન સ્વભાવ છે. આ વાત કેવળ પ્રગટ દેખાય છે. તેથી ત્રણેકાળે સાથે રહેવા છતાં કદાપિ એકપણું પામતાં નથી. માટે દેહાદિ તે દેહાદિ જ છે અને આત્મા તે સદા ચેતન જ છે. એમ બને પદાર્થોમાં રહેલું છે પણું કાયમ રહે જ છે. જડ ને ચેતન બનતો નથી. અને ચેતન કદાપિ જડ બનતો નથી. દ્રયભાવ સદા રહે છે. પણ ૧. લયભાવ = બે જુદા પદાર્થોનું હોવું
- - -
-
-
-
-
૩૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org