________________
પાંચ ઇન્દ્રિય દરેક પોત પોતાના વિષયને જ જાણે છે. જ્યારે આ આત્મા તો પાંચે ઈન્દ્રિયોના પાંચે વિષયોને જાણે છે માટે ઈન્દ્રિયોથી આત્મા જુદો છે. ઇન્દ્રિયો તે આત્મા નથી. પરા
ચક્ષુ માત્ર રૂપને જ જોઈ શકે છે. શ્રોત્ર માત્ર શબ્દને જ સાંભળી શકે છે. ઘાણ માત્ર ગબ્ધ ને જ સંઘે છે. રસના માત્ર રસને જ ચાખે છે અને સ્પર્શને જ જાણે છે. એમ પાંચે ઈન્દ્રિયો ફક્ત એકેક જ વિષયને જાણે છે. જ્યારે આત્મા પાંચે ઇન્દ્રિયોના પાંચે વિષયોને જાણી શકે છે. તેથી આત્મા એ ઇન્દ્રિયોથી ભિન્ન પદાર્થ છે. પરા
દેહ ન જાણે તેહને, જાણે ન ઇન્દ્રિય પ્રાણ ! આત્માની સત્તા વડે, તેહ પ્રવર્તી જાણ પ૭
શરીર, ઇન્દ્રિયો, અને પ્રાણો તે આત્માને જાણી શકતા નથી, પરંતુ જો આ શરીરમાં આત્માની સત્તા (વિદ્યમાનતા) હોય, તો તે વડે જ સર્વે (શરીરાદિ ત્રણે) પોત પોતાનું કાર્ય કરી શકે છે. એમ જાણો I/પ૩|
. શરીર ઇન્દ્રિયો અને પ્રાણો એ કોઈ આત્માને જાણી શકતા નથી. કારણ કે આ ત્રણે જ્ઞાનનાં સાધનો છે. જ્ઞાનના કર્તા નથી. કર્તા તો ફક્ત આત્મા જ છે. તેથી જો આ શરીરમાં આત્મા ન હોય તો શરીર-ઈન્દ્રિયો, અને પ્રાણો જડ બની જાય છે. કંઈ પણ કામ કરી શકતા નથી. માટે આ તમામનો સંચાલક જે છે તે જ આત્મા છે. મડદામાં પણ શરીર-ઇન્દ્રિયો વગેરે છે પરંતુ સંચાલક આત્મા નથી એટલે તેઓ જડ બની ગયાં છે. માટે આ ત્રણેથી સંચાલક એવો આત્મા જુદો છે. એમ તમે જાણો પડા
સર્વ અવસ્થાને વિષે, ન્યારો સદાય જણાયા • પ્રગટ રૂપ ચૈતન્યમય, એ એંધાણ સદાયાપ૪મા
સર્વ અવસ્થાઓની અંદર જે હંમેશાં જુદો જણાય છે. જેનું સ્વરૂપ ૧. ન્યારો = જુદો, . સદાય = હંમેશાં, ૩. એંધાણ = ચિહ્નો-લક્ષણો,
૩૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org