________________
છે. તો તે જણાય જ છે. તેની જેમ જ આત્મા હોત તો જરૂર જણાત. જણાતો નથી. માટે નથી સકા
માટે છે નહિ આતમા, મિથ્યા મોક્ષ ઉપાય |
એ અંતર શંકા તણો, સમજાવો સદુપાય ૪૮
માટે આત્મા જેવો કોઈ પદાર્થ નથી, તેથી તેના મોક્ષ માટેના ઉપાયો મિથ્યા છે. મારા અંતરમાં આ શંકા છે. તેનું સુંદર ઉપાયો વાળું સમાધાન હે ગુરુજી ! સમજાવો I૪૮
ઉપરની તમામ દલીલો જોતાં આ જગતમાં આત્મા જેવું કંઈ પણ તત્ત્વ દેખાતું નથી. અને આ રીતે જો આત્મા નથી તો પછી તેના મોક્ષ માટેના ઉપાયો પણ વ્યર્થ છે. શિષ્ય સદ્ગુરુજીને આવો પ્રશ્ન કરે છે કે મારા દિલમાં આત્મા વિશે આવી શંકા છે. તો આપશ્રી ઉત્તમ ઉપાયો વડે મારા પ્રશ્નનું સમાધાન કરો. I૪૮
પ્રથમપદ સંબંધી ગુરુજીનું સમાધાન ગાથા ૪૯ થી ૨૮ ભાષ્યો દેહાધ્યાસથી, આત્મા દેહસમાન |
પણ તે બને ભિન્ન છે, પ્રગટ લક્ષણો ભાન ૪૯ દેહાધ્યાસને લીધે દેહ એ જ આત્મા છે. એમ ભાસે છે. પરંતુ તે બન્ને વસ્તુઓ ભિન્ન છે. તેનાં પ્રત્યક્ષ જણાતાં લક્ષણો સમજવાથી આ ભેદ સમજાય તેમ છે. ૪૯
અનાદિ કાળથી આપણને આ દેહને વિષે અતિશય મોહ છે. અને તેના કારણે આ દેહ એ જ આત્મા છે. એમ માની લીધું છે. તેનુ નામ જ દેહાધ્યાસ, આવા દેહાધ્યાસને લીધે દેહ જ આત્મા લાગે છે. પરંતુ તે વસ્તુ સત્ય નથી, મિથ્યા છે. દેહ અને આત્મા બન્ને વસ્તુઓ ભિન્ન છે. બન્નેનાં લક્ષણો પણ ભિન્ન છે. તે લક્ષણો બરાબર સમજવાથી આ બન્નનો ભેદ યથાર્થ સમજાશે જો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org