________________
પણ કહેવાય છે. ૪૪॥
આત્મા જેવું તત્ત્વ કેટલાક દર્શનકારો માનતા નથી. જેમકે ચાર્વાક, જો આત્મા જ ન હોય તો મોક્ષ મેળવવાનો રહેતો જ નથી. વળી કોઈક દર્શનકારો આત્મા તો છે એમ માને છે. પરંતુ તે ક્ષણિક છે. નાશવંત છે. અનિત્ય છે એમ માને છે જેમકે બૌદ્ધદર્શન, જો ક્ષણિક જ હોય તો ક્ષણ પછી આત્મા જ ન રહેતો હોય તો મોક્ષ મેળવવાનો કોના માટે ? અર્થાત્ આત્મા ક્ષણિક નથી પરંતુ નિત્ય છે. વળી કેટલાક દર્શનકારો આત્મા છે. અને તે નિત્ય છે પરંતુ સ્વકર્મનો કર્તા-ભોક્તા નથી. શુદ્ધ-બુદ્ધ નિરંજન-અકર્તા છે, એમ માને છે. જેમકે સાંખ્ય, નૈયાયિક, વૈશેષિક, જો કર્મનો કર્તા ભોક્તા ન હોય. તો અહીં જ મોક્ષ છે. મોક્ષ મેળવવાનો પ્રયાસ કરવાનો રહેતો જ નથી) વળી કેટલાક દર્શનકારો આત્મા છે. નિત્ય છે. કર્મનો કર્તાભોક્તા છે. પરંતુ મોક્ષ નથી એમ માને છે જેમ કે મીમાંસકદર્શન, જો મોક્ષ જ ન હોય તો તેના માટેનો પ્રયાસ અને ઉપાયો શાસ્ત્રમાં કેમ બતાવત ? આ રીતે આ છ પદોનું સાચું જ્ઞાન તે જ મોક્ષમાર્ગ છે. આ છ પદોમાંથી અકેક પદને માનવાથી અને બીજા પદોને ન માનવાથી આમાંથી જ છ દર્શનો બનેલાં છે. સંક્ષેપમાં આ પ્રમાણે છે. ૪૩૫૫ ૪૪૫
-
ત્યાં સૌ પ્રથમ આત્મા છે’” એ પ્રથમ પદ સમજાવવા માટે શિષ્ય-ગુરુના સંવાદ રૂપે શરૂ કરે છે. તેમાં પ્રથમ શિષ્ય પ્રશ્ન કરે છે કેઃપ્રથમ પદ સંબંધી શિષ્યનો પ્રશ્ન ગાથા ૪૫થી ૪૮ “નથી દૃષ્ટિમાં આવતો, નથી જણાતું રૂપ બીજો પણ અનુભવ નહી, તેથી ન જીવસ્વરૂપ I૪૮॥
આત્મા જેવો કોઈ પદાર્થ દૃષ્ટિમાં દેખાતો નથી. તથા તેનું કોઈ પણ સ્વરૂપ જણાતું નથી. વળી સ્પર્શન-રસના આદિ બીજી કોઈ પણ ઇન્દ્રિયોના અનુભવથી પણ જણાતો નથી. તેથી જીવ જેવું કોઈ સ્વરૂપ
૨૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org