________________
પ્રગટ છે. ચૈતન્યમય છે. આ ચેતનતા લક્ષણ સદાય હોય છે. તે આત્મા છે. પિઝા
બાલ્ય-યુવાન્ -વૃદ્ધાદિ ત્રણે અવસ્થાઓમાં જે સદા એક સ્વરૂપે વર્તે છે. અથવા જાગૃદશા, સ્વપ્નદશા, અને નિદ્રાદિ દશાઓમાં જે સદા એક સ્વરૂપે વર્તે છે. દેવ-નરક-તિર્યંચ મનુષ્યાદિ અવસ્થાઓમાં જે સદા એક સ્વરૂપે વર્તે છે. બદલાતો નથી, નાશ પામતો નથી, તથા જે કાયમ ચૈતન્ય સ્વરૂપે પ્રગટ છે. એટલે કે આ જગતને જોવું અને જાણવું એવું જેનું કાયમ સ્વરૂપ છે. અને આ જ્ઞાન રૂપ એંધાણ (લક્ષણ) જેનામાં સદા વર્તે છે. તે જ ખરેખર આત્મા છે. પિઝા
ઘટ, પટ આદિ જાણ તું, તેથી તેને માન , જાણકાર તે માન નહિ, કહીએ કેવું જ્ઞાન ? પપ
ઘટ-પટ આદિ પદાર્થો છે. એમ તું જાણે છે. તેથી તે ઘટ-પટને તું માને છે. પરંતુ તે ઘટ-પટના જાણકાર એવા આત્માને તું માનતો નથી. તારું આ જ્ઞાન કેવું સમજવું? પપા.
આ જગતમાં ઘટ-પટ વિગેરે જે જે પદાર્થો છે તે તમામ પદાર્થોને હે આત્મા! તું જુએ છે. જાણે છે અને તેથી જ તે ઘટ-પટ આદિ પદાર્થો જગતમાં છે. એમ પણ તું માને છે. તો પછી તે ઘટ-પટાદિ પદાર્થોના જાણકાર એવા આત્માને તું કેમ નથી માનતો ? અર્થાત્ આત્મા પણ છે જ એમ જ માનવું જોઈએ ! ઘટ-પટાદિ શેયપદાર્થો છે એમ માને અને તે તમામનો જ્ઞાતા આત્મા નથી એમ માને. આ તારું જ્ઞાન કેવું કહેવું? અર્થાત્ જગતમાં શેય હોય તો જ્ઞાતા પણ હોય જ માટે ઘટપટાદિની જેમ જ્ઞાતા એવો આત્મા પણ છે જ . પપ .
પરમ બુદ્ધિ કૃશ દેહમાં, સ્થૂળ દેહ મતિ અલ્યા દેહ હોય જો આત્મા, ઘટે ન આમ વિકલ્પીપા
પાતળા શરીરમાં ઘણી બુદ્ધિ, અને જાડાશરીરમાં અલ્પબુદ્ધિ, આ ૧. પરમબુદ્ધિ = ઉત્કૃષ્ટબુદ્ધિ; ૨. કૃશદેહમાં = પાતળા શરીરમાં, ૩. સ્થૂળદેહ = જાડા શરીરમાં, ૪. મતિઅલ્પ = ઓછી બુદ્ધિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org