________________
ભાષ્યો દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન, I પણ તે બન્ને ભિન્ન છે. જેમ અસિ અને મ્યાન પ દેહાધ્યાસને લીધે દેહ એ જ આત્મા છે. એમ ભાસે છે. પરંતુ જેમ તરવાર ને મ્યાન ભિન્ન છે. તેમ આત્મા અને દેહ પણ ભિન્ન છે.પગા
જેમ તરવાર એ મ્યાનથી ભિન્ન છે. ફક્ત મ્યાનમાં સમાયેલી છે. પદાર્થ રૂપે બન્ને ભિન્ન છે. તરવાર જે કામ કરે છે તે મ્યાન કરી શક્યું નથી. અને મ્યાન કરી શકે છે તે તરવાર કરી શકતું નથી. તેમ જ આ આત્મા અને દેહ ભિન્ન જ છે. ફકત અનાદિની મોહની વાસનાના જોરે દેહાધ્યાસને લીધે આ દેહ તે જ આત્મા છે. એમ લાગે છે. પરમાર્થથી ભિન્ન છે. IN
જે
જે દ્રષ્ટા છે દૃષ્ટિનો, જે જાણે છે રૂપ । અબાધ્ય અનુભવ જે રહે, તે છે જીવસ્વરૂપ I૫૧॥ જે દૃષ્ટિનો જોનારો છે. જે વર્ણાદિને જાણે છે, જે અબાધિત અનુભવ વાળો છે. તે જીવનું સ્વરૂપ છે. I૫૧॥
ઘટ-પટ જેમ ચક્ષુથી દેખાય છે. તેમ આત્મા ચક્ષુથી દેખાતો નથી માટે આત્મા નથી એમ જે કહ્યું હતું તેનો ઉત્તર એ છે કે આત્મા ચક્ષુથી કયાંથી દેખાય ? કારણ કે તે અમૂર્ત છે. ઉલટું આત્મા તો દૃષ્ટિનો જોનારો છે. અર્થાત્ દૃષ્ટિ દ્વારા આત્મા ઘટ-પટને જોનારો છે, માટે દૃષ્ટિથી દેખાતો નતી. વળી ઘટ-પટમાં રહેલ રૂપને (ઉપલક્ષણથી રૂપ-૨સગંધ-સ્પર્શદિને) જાણનારો છે. તે આત્મામાં જે ચૈતન્યનો અનુભવ છે. તે સર્વથા અબાધિત છે. અર્થાત્ કોઈથી રોકી શકાતો નથી.આવું જીવનું સ્વરૂપ છે. ॥ ૫૧ ॥
છે ઇન્દ્રિય પ્રત્યેકને, નિજ નિજ વિષયનું જ્ઞાન | પાંચ ઇન્દ્રિયોના વિષયનું, પણ આત્માને ભાન IN૨॥
૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org